ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલની પ્રક્રિયા હાથ ધરી - Demonstrated use of fire equipment

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા માલવિકા આંખની હોસ્પિટલમાં પેથોલોજી લેબોરેટરી & સ્કિન ક્લિનિકમાં શનિવારે વહેલી સવારે સુરત અડાજણ ફાયર સ્ટેશનના સ્ટાફે મોકડ્રિલ કર્યું હતું. આ મોકડ્રિલમાં ક્રેઈન સીડી અને ફાયરના જવાનોએ ખૂબ જ ઉમદા કાર્ય કરીને લોકોને આગની દુર્ઘટના બને તો કઈ રીતે સમય સૂચકતાને ધ્યાનમાં લઈને બચવું એ માટે આ મોકડ્રિલ યોજવામાં આવી હતી.

ફાયર વિભાગે મોકડ્રિલની પ્રક્રિયા હાથ ધરી
ફાયર વિભાગે મોકડ્રિલની પ્રક્રિયા હાથ ધરી

By

Published : Feb 27, 2021, 4:25 PM IST

  • વધતી જતી આગની ઘટનાને લઈને યોજાઇ મોકડ્રિલ
  • હોસ્પિટલમાં મોકડ્રિલની પ્રક્રિયા હાથ ધરાઈ
  • મોકડ્રિલમાં ફાયરના સાધનોનો દર્શાવાયો ઉપયોગ

સુરત:શનિવારે વહેલી સવારે સુરત અડાજણ ફાયર સ્ટેશને અડાજણ વિસ્તારમાં આવેલી માલવિકા આંખની હોસ્પિટલમાં પેથોલોજી લેબોરેટરી & સ્કિન ક્લિનિકમાં એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ફાયર વિભાગ આગની ઘટનામાં કઇ રીતે કાર્યો કરે છે તે બતાવામાં આવ્યું હતું અને કઈ રીતે ઉંચી ઇમારતોમાં જ્યારે આગની ઘટનાઓ બને તો ફાયર વિભાગ કઈ રીતે આગને કાબૂમાં લે છે તે જોવામાં આવ્યું હતું. જો કે સુરતમાં દિવસેને દિવસે આગની ઘટનાઓ વધી રહી છે. આ માટે સુરત ફાયર વિભાગે આ મોકડ્રિલ હાથ ધરવામાં આવી હતી.

સુરત ફાયર વિભાગે મોકડ્રિલની પ્રક્રિયા હાથ ધરી

ફાયરના સાધનો કઈ રીતે ઉપયોગમાં લે તે પણ દર્શાવાયું હતુું

ફાયર વિભાગે એમ પણ કહ્યું કે, જો આગની ઘટના બને અને તમારી જોડે ફાયર સેફ્ટિના સાધનો હોય તો તમે કઈ રીતે તે સાધનનો ઉપયોગ કરવો તે પણ બતાવામાં આવ્યું હતું. કેમ કે જયારે આગની ઘટના બને ત્યારે ફાયર વિભાગને આવતા 10થી 15 મિનિટ જેવો સમય લાગે છે એટલા સમય દરમિયાન તમે પોતે પણ આગને કાબુમાં લઈ શકો છો. આથી સુરત ફાયર વિભાગે સાધનનો ઉપયોગ કઈ રીતે કરવું તે પણ બતાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details