ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ફાયર વિભાગ બન્યું સતર્ક, અડાજણની શ્રીજી આર્કેડને ફાયર વિભાગે કર્યુ સીલ - Gujarat

સુરતઃ જિલ્લાના અડાજણ વિસ્તારમાં આવેલી શ્રીજી આર્કેડને સીલ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ દ્વારા બે વખત નોટીસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં ફાયર સેફ્ટી ઉભી કરવામાં આવી નહોતી. જેથી ફાયર વિભાગે ફાયર સેફ્ટી વિનાની સંસ્થાઓ વિરૂદ્ધ કડક પગલાં લીધા છે.

સુરત ફાયર વિભાગ બન્યું સતર્ક, અડાજણની શ્રીજી આરકેડને ફાયર સેફ્ટી આભાવે કર્યુ સીલ

By

Published : Jul 6, 2019, 10:02 AM IST

સુરત તક્ષશિલા આર્કેડમાં લાગેલી ભીષણ આગને પગલે ફાયર વિભાગ સતર્ક થયું છે. ફાયર સેફ્ટી વિનાની તમામ સંસ્થાઓને નોટીસ ફટકારી હતી. તેમજ તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીના સાધનો રાખવા તમામ સંસ્થાઓને જણાવવામાં આવ્યું હતું. છતાં કેટલીક સંસ્થાઓએ ફાયર સેફ્ટીના સાધનો રાખવાની તસ્દી લીધી નહોતી. જેથી ફાયર વિભાગે શ્રીજી આર્કેડમાં આવેલી ત્રણ વિંગની 344 જેટલી દુકાનો સહિત 48 ઓફિસોને સીલ કરી છે. જ્યાં સુધી ફાયર સેફટી ઉભી કરવામાં નહીં, ત્યાં સુધી સીલ ન ખોલવાની નોટીસ દુકાનો અને ઓફિસો પર ચોંટાડી છે.

ફાયર વિભાગની કડક કાર્યવાહીના પગલે અન્ય કોમ્પલેક્ષ ,મોલ અને શોપિંગ સેન્ટરોના સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details