સુરતના કાપોદ્રા વિસ્તારમાં બિલ્ડીંગમાં ઉનાળાના કારણે આગ લાગતાં ભાગદોડ મચી સુરત : શહેરમાં લગભગ દર મહિને એકાદવાર આગ લાગવાના સમાચાર સામે આવે છે. ત્યારે ફરી એકવાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં કેશવ સૃષ્ટિ બિલ્ડીંગના મીટર પેટીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગના કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો. આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો :Fire Accident: બેંકના સર્વર રૂમમાં આગ લાગી, ફાયરની 4 ગાડીઓએ આગને કાબુમાં લીધી
શું છે સમગ્ર મામલો : સુરતમાં ઉનાળાને કારણે આગના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આજરોજ ફરી પાછી કાપોદ્રા વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા કેશવ સૃષ્ટિ બિલ્ડીંગના મીટર પેટીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા બિલ્ડીંગના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ GEB દ્વારા પાવર બંધ કરી દેવામાં આવ્યો હતો અને કાપોદ્રા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. મીટર પેટીમાં લોડ વધી જતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો :Aravalli News : ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા વિસ્ફોટ અવાજથી વિસ્તાર ધણધણી ઉઠ્યું, 4 મજૂરો બળીને ખાખ
ફાયર ઓફિસરની સુચના : આ બાબતે કાપોદ્રા ફાયર વિભાગના ઓફિસર વી.એન.રોજીવાલાએ જણાવ્યુ કે, કેશવ સૃષ્ટિ એપાર્ટમેન્ટના મીટર પેટમાં સૉર્ટ સર્કિટ થતા આગનો બનાવ બન્યો હતો. હાલ ઉનાળાને કારણે આગના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેને કારણે મીટરમાં લોડ વધી જતાં સૉર્ટ સર્કિટ થાય છે અને આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ હોય શકે છે. બિલ્ડીંગની બાજુમાં આવેલા સુપર ટ્રેડિંગના માલિક દ્વારા દોડીને આવ્યા હતા અને તેઓએ અમને જાણ કરી હતી. તે ઉપરાંત ફાયર કંટ્રોલ રૂમ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે લોકો પોતાના ઘર-બિલ્ડીંગ કાંતો અન્ય સ્થળોના મીટર પેટીમાં ટોરેન્ટ GEB કા તો પછી જે કંપનીના વાયર હોય તેનું વાયરીંગ વ્યવસ્થિત હોવું જરૂરી છે.