ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Fire Accident: શોપિંગ લાગેલી આગમાં સિક્યુરિટી ગાર્ડથી સતર્કતાથી મોટી ઘટના ન થઈ - Fire Shopping Mall Surat

સુરત શહેરમાં પીપલોદ વિસ્તારમાં આવેલ બિગબઝાર (Fire Shopping Mall Surat) મોલના સેકન્ડ ફ્લોર ઉપર સાવરે 6 વાગ્યાની આસપાસ આગ લાગતા સિક્યુરિટી દ્વારા ફારી વિભાગની જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઢોધ કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

Fire Shopping Mall Surat: સુરતમાં શોપિંગ મોલમાં આગ લાગી હતી, સિક્યુરિટી ગાર્ડની સતર્કતાથી દુર્ઘટના બચી
Fire Shopping Mall Surat: સુરતમાં શોપિંગ મોલમાં આગ લાગી હતી, સિક્યુરિટી ગાર્ડની સતર્કતાથી દુર્ઘટના બચી

By

Published : Feb 6, 2023, 1:21 PM IST

Updated : Feb 6, 2023, 2:11 PM IST

સુરત:સુરત મહાનગરમાંજયારે પણ આગ લાગવાનો બનાવ બને છે ત્યારે તક્ષશિલા અગ્નિકાંડ આંખોની સામે આવી જાય છે. આ ડર લોકોના મનમાં હજુ પણ જોવા મળે છે. આવો બનાવ ફરી વાર ના બને તે માટે સરકાર પણ પ્રયત્ન કરતી હોય છે. ફરીવાર સુરત શહેરમાં પીપલોદ વિસ્તારમાં આવેલ બિગબઝાર મોલના સેકન્ડ ફ્લોર ઉપર સવારે 6 વાગ્યાની આસપાસ આગ લાગતા સિક્યુરિટી દ્વારા ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો Cannabis Seized Case at Surat : 106 કિલો ગાંજા સાથે પકડાયેલા ત્રણ મુરતિયાઓને 15 વર્ષનો જેલવાસ મળ્યો

કાબુ મેળવવાનો પ્રયાસ:પહેલા વેસુ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ વિકરાળ હોવાને કારણે વધુ બે ફાયર સ્ટેશનનો ગાડી બોલવાની ફરજ પડી હતી. જેથી અડાજણ અને મંજુરા ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઉપર કાબુ મેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આખરે દોઢ કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.

દાદર ઉપર નજર ગઈ:આ બાબતે સિક્યુરિટી ગાર્ડએ જણાવ્યુંકે, હું સવારે ફ્રેશ થઈને આવ્યો એટલે મારી નજર દાદર ઉપર ગઈ. દરવાજો બંધ હતો, પરંતુ નીચેથી ધુમાડો પણ નીકળતો હતો. બીજો દરવાજો ખોલવા ગયો ત્યાં કશું દેખાતું જ ન હતું. એટલે હું સમજી ગયો કે આગ લાગી છે.

ફાયરમાં જાણ કરીઃ મેં ફાયર સેફટીના સાધનનો ઉપર કર્યો. પણ આગ વધતી જતી હોવાને કારણે કાબમાં આવી શકે એમ ન હતી.
મારે દરવાજો તોડવું પડશે એ વિચાર આવ્યો. એ સમયે મેં ત્યાં ફાયર સેફટીના સાધનોની બાજુમાં ઈમરજન્સીસ નંબર આપવામાં આવ્યા હતા. જેથી મેં ફાયરમાં જાણ કરી હતી. લગભગ સાવરે 5:50 એ કોલ કર્યો હતો.અને 6 વાગ્યાની આસપાસ ફાયર વિભાગ આવી ગયું હતું. આગ કેમ લાગી હતી તે હજુ જાણી શકાયું નથી.

હાઈડ્રોલિક મશીનનો ઉપયોગઃફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, બિગબજારના આગળના ભાગે ઉપર હોવાને કારણે અમારે દીવાલ તોડવા માટે ઉપર પહોંચવું મુશ્કેલ હતું. જેથી અમારે હાઇડ્રોલિક મશીનને ઉપયોગમાં લઇ દીવાલ તોડી તો ત્યાં આગ ખુબ જ હતી. જેથી અમારે વધુ બે ફાયર સ્ટેશનનો ગાડીઓ બોલાવી પડી હતી.જેથી અડાજણ અને મંજુરા ની કુલ 5 ગાડીઓ આવી હતી. આખરે દોઢથી બે કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

શું હતું આ ફ્લોર પરઃબીજા ફ્લોર ઉપર ફર્નિચર અને ડ્રેસ મટિરિયલનો સમાન હતો. ડ્રેસનું વેચાણ પણ થતું હતું. આ ડ્રેસ અને ફર્નિચરને કારણે વધુ ઝડપથી આગ ફેલાઈ હોઈ શકે છે. જેને કારણે ધૂમાડો પણ ખૂબ જ હતો. લગભગ સાવરે 5:50 એ કોલ કર્યો હતો. 6 વાગ્યાની આસપાસ ફાયર વિભાગની ટીમ આવી ગઈ હતી.

આ પણ વાંચો Nitish Samadhan Yatra: સીએમ નીતીશની સમાધાન યાત્રા દરમિયાન લોકો આગ લગાવી કર્યો વિરોધ

ફાયર કંટ્રોલ રૂમ દ્વારા સાવરે 6 વાગ્યે અમને આ કોલ આપવામાં આવ્યો હતોકે, બિગબઝારના સેકન્ડ ફ્લોર ઉપર આગ લાગી છે. આ કોલ ત્યાંના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયર કંટ્રોલ રૂમને આપવામાં આવ્યો હતો. જેથી અમે ત્યાં પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાછળની ભાગે સરળતાથી આગને કાબુમાં લેવામાં આવ્યો હતો.---પ્રકાશ પટેલ (વેસુ ફાયર ઓફિસર)

Last Updated : Feb 6, 2023, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details