ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત અગ્નિકાંડઃ બે ફરાર બિલ્ડરોની કરાઈ ધરપકડ - Arrested

સુરત : દેશને હચમચાવી નાખનાર સરથાણા તક્ષશિલા આર્કેટ અગ્નિકાંડમાં આખરે બન્ને આરોપી બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આર્ટ ક્લાસના સનચાલકની ધરપકડ થઈ ચૂકી છે.સાથે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આ વાત પોલીસ કમિશ્નરે જણાવ્યું છે જેથી 22 જેટલા માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો.

Spot Photo

By

Published : May 26, 2019, 9:12 PM IST

Updated : May 26, 2019, 10:26 PM IST

સૂરતના સરથાણા તક્ષશિલા આર્કેટમાં બનેલી આગની ધટનામાં 22 લોકોના મોત નીપજ્યું હતું. જેમાં પોલિસે ગતરોજ ભાર્ગવ નામના આર્ટ કલાસ સંચાલકની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે કોર્ટથી ભાર્ગવનું બે દિવસ રિમાન્ડ પણ લીધા છે. જ્યારે આ સમગ્ર મામલામાં પોલિસે 3 લોકો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં ક્રાઇમ બાંચે નાસી ગયેલા 2 બિલ્ડરની ધરપકડ કરી લીધી છે. હરસૂલ વેકરિયા કોમ્પ્લેક્સમાં પાર્ટનર હતા. જ્યારે બીજો આરોપી જીગ્નેશ કોમ્પ્લેસનું વહીવટ જોતો હતો.

તક્ષશિલા આર્કેટ અગ્નિકાંડના આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોતે સુરત પોલીસ કમિશ્નર સરીશ શર્માએ જણાવ્યું છે કે તમામ દોષીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવશે. જોકે આ મામલામાં જો કોઈ વધુ દોષીય માલુમ પડશે તો તેના સામે પણ પગલાં લેવામાં આવશે. જ્યારે કોર્ટમાં આરોપી ભ્રાગવને રજૂ કરતા કોર્ટ દ્વારા અન્ય જવાબદાર સામે શુ કાર્યવાહી થઈ આ અંગે પોલિસને ટકોર કરાઈ હતી.

સુરત અગ્નિકાંડઃ બે ફરાર બિલ્ડરોની કરાઈ ધરપકડ

જો કે, પોલિસ કમિશ્નર દ્રારા ધટનામાં પરીવારના લોકોને સહાનુભૂતિ આપી અને શહેરના લોકોને શાંતિ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે આ ધટનામાં તમામ દોષિત લોકો સામે પગલાં લેવામાં આવશે તેવો પરિવારને કમિશ્નર દ્રારા વિશ્વાસ આપવામાં આવ્યો છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટથી લાગી પરંતુ ઘટનાસ્થળે જવલંતશીલ પદાર્થના કારણે વિકરાળ બની હતી.

Last Updated : May 26, 2019, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details