સુરત : આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલા આત્મહત્યાના કેસમાં પોલીસની પુછતાછમાં એક જુહી નામની મહિલાનું નામ સામે આવ્યું છે. આ મહિલા સુરતની ગેંગ અને પાકિસ્તાન ગેંગની વચ્ચે બ્રિજનું કામ કરી રહી હતી. આ મામલો વિગતવાર જોઈએ.
મહિલાએ કેેમ કરી આત્મહત્યા:થોડાક દિવસ પહેલા જહાંગીરપુરા ખાતે રહેતી. એક મહિલા પ્રોફેસરે ટ્રેન નીચે આવીને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે કોઈ અજાણ્યા લોકો મહિલા પ્રોફેસરની તસવીર મેળવી તેને મોર્ફ કરી ન્યૂડ ફોટો બનાવીને તેને વારંવાર બ્લેકમેઈલ કરી રહ્યા હતા. જેના કારણે મહિલા પ્રોફેસરે આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે કોને ઝડપ્યાં: આત્મહત્યા કરનાર મહિલા પ્રોફેસરને તેના મોર્ફ કરેલા ન્યુડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેથી મહિલાએ ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટુંકાવ્યું હતું. આ કેસમાં તપાસ કરી રહેલા રાંદેર પોલીસે બિહારના નક્સલ પ્રભાવિત વિસ્તાર જમુઈથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
જુહીનું નામ કેવી રીતે આવ્યું: ટોળકીની આરોપીઓની રિમાન્ડ દરમિયાન પોલીસ પુછતાછમાં એક મહિલાનું નામ સામે આવ્યું છે. આ ગેંગમાં સામેલ જુહી નામની મહિલા બાયનાસ એપ્લિકેશન્સ મારફતે યુએસડીટીની ખરીદી કરતી હતી અને તેને જે ઈમેઈલ એડ્રેસ પર ટ્રાન્સફર કરતી હતી. તેનું આઇપી એડ્રેસ લાહોર પાકિસ્તાનનું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. હવે પોલીસ આ સમગ્ર ઘટનામાં સામેલ જુહી નામની મહિલાને પોલીસ શોધી રહી છે.
જુહી શું કામ કરી રહી હતી: ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરો તેમજ અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ આ આરોપીઓએ અનેક લોકોને ભોગ બનાવ્યા છે. અલગ અલગ ભોગ બનનાર લોકો પાસેથી જે પૈસા મળતા હતા. તેને પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી પોતાનો હિસ્સો કાપી બાકીની રકમ બાયનાન્સ એપ્લિકેશન્સ મારફતે યુએસડીટીની ખરીદી કરતી હતી અને એક ઇમેઈલ એડ્રેસ પર ટ્રાન્સફર કરી દેતી હતી.