ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News : પિતાને અનોખી શ્રદ્ધાંજલિ, બારમાની વિધિમાં અધિકારી પુત્ર એ છોડ-નાગલીના પાપડનું વિતરણ કર્યું

સુરતમાં એક અધિકારીએ પિતાના મૃત્યુ બાદ બારમાની વિધિમાં અનોખો સેવાયજ્ઞ કર્યો છે. બારમાની વિધિમાં આવનાર લોકોને છોડ-નાગલીના પાપડનું વિતરણ કર્યું હતું. આ સાથે જ પર્યાવરણને લઈને અનોખો સંદેશો પણ આપ્યો હતો.

Surat News : પિતાને અનોખી શ્રદ્ધાંજલિ, બારમાની વિધિમાં અધિકારી પુત્ર એ છોડ-નાગલીના પાપડનું વિતરણ કર્યું
Surat News : પિતાને અનોખી શ્રદ્ધાંજલિ, બારમાની વિધિમાં અધિકારી પુત્ર એ છોડ-નાગલીના પાપડનું વિતરણ કર્યું

By

Published : Jul 8, 2023, 7:24 PM IST

બારમાની વિધિમાં અધિકારી પુત્ર એ છોડ-નાગલીના પાપડનું વિતરણ કર્યું

સુરત : મહુવામાં પિતાના મૃત્યુ બાદ બારમાની વિધિના દિવસે ખેતીવાડી અધિકારી એવા પુત્રએ અનોખો કાર્યક્રમ યોજી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બારમા વિધિમાં આવેલા સગા સંબંધીઓને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રકારના છોડ, મિલેટ્સ વર્ષ અંતર્ગત નાગલીના પાપડનું વિતરણ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત લાભાર્થીઓના ફેસ ઓથેંન્ટીકેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

કુરિવાજો ત્યજી નવો ચીલો ચાતર્યો :સુરત જિલ્લાના આદિવાસી બહુમતી ધરાવતા મહુવાના બારોળીયા ફળીયા મૂળ રહેવાસી અને હાલમાં વડોદરા ખાતે સંયુક્ત ખેતીવાડી અધિકારી(વર્ગ 1) તરીકે ફરજ બજાવતા મહેશ પટેલના પિતા માધુભાઈ મેઘાભાઈ પટેલનું ગત 26મી જુનના રોજ અવસાન થયું હતું. 7મી જુનના રોજ બારમાની વિધિ હોય સગા સંબંધીઓને બોલાવ્યા હતા. બારમાની વિધિમાં કેટલાક કુરિવાજોને ત્યજી મહેશભાઈએ એક નવો ચીલો ચાતર્યો હતો. તેમણે પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે એક અનોખો કાર્યક્રમ આયોજિત કર્યો હતો.

રોપાનું વિતરણ :આદિવાસી સમાજમાં મૃત્યુ બાદ અનેક પ્રકારની વિધિ કરવાની હોય છે. જે પૈકી કેટલાક કુરિવાજોને ત્યજીને મહેશભાઈએ સમાજમાં એક નવો સંદેશો આપ્યો હતો. તેમણે બારમાની વિધિમાં પધારેલા સગા સંબંધીઓને આંબાની કલમ, તુલસીનો છોડ અને નારિયેળીના રોપાનું વિતરણ કર્યા હતા. સાથે જ હાલમાં ભારત સરકારના પ્રયાસથી યુનાઇટેડ નેશન્સ દ્વારા જાહેર કરાયેલા આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષને પ્રોત્સાહન મળે તે હેતુથી તમામને નાગલીના પાપડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બારમાની વિધિમાં મોટાભાગે લોકો જે તે રિવાજ મુજબ લોકો વિધિ પૂર્ણ કરી જતા રહેતા હોય છે. જેમાં અનેક કુરિવાજો પણ હોય છે. આથી અમે અમારા પિતાની બારમાની વિધિમાં નવો બદલાવ લાવવા માટે સરકારની સાથે રહી લોકોમાં જાગૃતતા લાવવાનું આયોજન કર્યું છે.- મહેશ પટેલ (સંયુક્ત ખેતીવાડી અધિકારી, વડોદરા)

લાભાર્થીઓ માટે કેમ્પ :મહેશભાઈ પોતે ખેતીવાડી વિભાગ સાથે સંકળાયેલા હોય સ્થાનિક ખેડૂતોને સરકારી યોજનાનો લાભ મળી રહે તેનો પણ વિશેષ ખ્યાલ રાખ્યો હતો. તેમણે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ આવતા લાભાર્થીઓના ફેસ ઓથેન્ટીકેશનના કેમ્પનું પણ આયોજન કર્યું હતું. જેનો મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો. મહેશભાઈના આ કાર્યની લોકોએ સરાહના કરી હતી.

  1. હાય રે કુરિવાજો ! દીકરી જન્મના વધામણાં કરવાને બદલે કરી નાખી હત્યા !
  2. Gujarat Shahid Divas: 1987નો એ ગોજારો દિવસ જ્યારે ગાંધીનગરમાં ખેડૂતોએ ગુમાવ્યા હતા જીવ, સાબરકાંઠામાં અપાઈ શ્રદ્ધાંજલિ

ABOUT THE AUTHOR

...view details