સુરતમાં ફરી એકવાર માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સુરત :શહેરના લિંબાયત વિસ્તારમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ત્રણ મહિનાની બાળકીને પિતા રમાડતા રમાડતા ઉછાળતા પંખામાં ગઈ હતી. બાળકી ઝોયાનું માથું પંખામાં આવી જતા ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી. જેને લઈને બાળકીનું હોસ્પિટલમાં ખસેડવા ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું છે. બાળકીનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
શું હતો સમગ્ર મામલો : શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી મદીના મસ્જિદની ગલી, ખાન શેરીમાં રહેતા 31 વર્ષીય નસરુદ્દીન શાહ જેઓ મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓની ત્રણ મહિનાની દીકરી ઝોયાને ગત શનિવારના રોજ રાતે તેમના પિતા તેને રમાડી રહ્યા હતા, ત્યારે ઉછાળતા ઝોયાનું માથું પંખામાં આવી જતા તે ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ઝોયાનું ટૂંકી સાવર બાદ મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
હું મારી દીકરી સાથે રમી રહ્યો હતો, ત્યારે જ એકાએક આ રીતની ઘટના બની ગઈ હતી. મારી ત્રણ મહિનાની દીકરી હતી. તેને તાત્કાલિક નજીકના મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે જણાવ્યું હતું કે, અહીં MIR બંધ છે. તમે દીકરીને નવી સિવિલ હોસ્પિટલ લઈ જાવ ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું. હું મજૂરી કામ કરું છું. મારે ત્રણ સંતાનો છે અને મારી પત્ની છે.- મૃતક બાળકી ઝોયાના પિતા નસરુદ્દીન શાહ
શહેરમાં બાળકો સાથે કિસ્સાઓ : ઉલ્લેખનીય છે કે, શહેરમાં અવારનવાર માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતા હોય છે. જોકે આ પહેલા પણ લિંબાયત વિસ્તારમાં આવેલી મદીના મજીદ પાસે જ બે વર્ષની બાળકી રમતા રમતા પાણીના તબમાં ઉંધી વાળી જતા તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ પાંડેસરા વિસ્તારમાં ત્રણ વર્ષનો બાળક ચોથા માળેથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. જોકે આવી ઘટનાઓથી માતા-પિતાએ શીખવા જેવું છે કે, નાની નાની બાબતે પણ તેઓ પોતાના સંતાનનું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તેઓ ઘરમાં એકલા રમતા હોય તો વારંવાર તેમની પર ધ્યાન આપતા રહેવું જોઈએ. જોકે આ ઘટનામાં પિતાનું ધ્યાન ન રહ્યું કે ગયું અને ઘટના બની ગઈ.
- Surat News: સુરતમાં ત્રણ વર્ષનો બાળક રમતાં-રમતાં પાણીના ટપમાં પડી જતાં થયું મોત
- Surat News : માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો, બાળકીએ રમતરમતમાં એસિડ પી લીધું
- આ રીતે સુઇ રહ્યા છો, તો તમારા માટે પણ લાલબતી સમાન કિસ્સો