ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: ચોમાસામાં સુરતના પ્રખ્યાત સરસિયા ખાજાની વિદેશમાં ડિમાન્ડ - Sarsia Khaja News

સુરતી વાનગીઓમાં ખાસ કરીને ચોમાસામાં સુરતના પ્રખ્યાત સરસિયા ખાજા દેશ-વિદેશમાં વખણાય છે. જેને ખાવા માટે લોકો વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે.આ વાનગી ભારતના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નામે ઓળખાય છે. ખાજાની અલગ અલગ પ્રકારની વેરાઈટી પણ આ વર્ષે ઉપલબ્ધ છે. વિદેશોમાં મોકલવા માટે ખાસ પેકિંગ કરવામાં આવે છે. માત્ર ચાર મહિના મળનાર ખાજા માટે લોકો રાહ જોતા હોય છે.

ચોમાસામાં સુરતના પ્રખ્યાત સરસિયા ખાજાની ડિમાન્ડ અમેરિકા, કેનેડા, દુબઇ, લંડનમાં
ચોમાસામાં સુરતના પ્રખ્યાત સરસિયા ખાજાની ડિમાન્ડ અમેરિકા, કેનેડા, દુબઇ, લંડનમાં

By

Published : Aug 8, 2023, 3:56 PM IST

ચોમાસામાં સુરતના પ્રખ્યાત સરસિયા ખાજાની ડિમાન્ડ અમેરિકા, કેનેડા, દુબઇ, લંડનમાં

સુરત:સુરતી ખાજા ગુજરાતમાં સૌથી સ્વાદિષ્ટ ગણવામાં આવે છે. ચોમાસાના પ્રારંભ સાથે સુરતીઓના જાણીતા અને માનીતા સ્વાદિષ્ટ સરસિયા ખાજાનું બજાર ધમધમવા માંડ્યું છે. સુરતમાં ભાગળ, ગોપીપુરા, ચૌટા સહિતના વિસ્તારોમાં આવેલી સરસિયા ખાજાનું વેચાણ કરતી દુકાનોમાં સુરતીઓ જોવા મળી રહ્યા છે. જો દરેક ક્ષેત્રમાં થયેલા ભાવ વધારાની જેમ જ ખાજાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. મેંદો, સાકર(ખાંડ) અને સીંગતેલના ઉપયોગથી બનતા ખાજા લેબર કોસ્ટ અને તેલના ભાવવધારાને કારણે ગત વર્ષની સરખમણીમાં મોંઘા થયા છે. લીંબુ મરી ખાજા, મેંગો ખાજા, સ્વીટ ખાજા, ચોકલેટ ખાજા સહિતની વેરાઈટીઓ આ વખતે બજારમાં ઉપલબ્ધ છે.

"અંદાજે 100 વર્ષ પહેલા મારા દાદા કૃષ્ણકાંતભાઈએ અમારી દુકાનની સ્થાપના કરી હતી. જે આજે સરસિયા ખાજા માટે સુરતીઓનું પ્રિય સ્થળ બન્યું છે. આ વર્ષે સુરતી ખાજાની કિંમત પ્રતિકિલો રૂપિયા 440 એ તેમજ મોળા, મીઠા અને મેંગો ખાજાની રૂપિયા 700 ની છે. અમેરિકા, કેનેડા, દુબઇ, લંડનમાં તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ ખાજાની માંગ હોવાથી અમે એરટાઈટ કન્ટેનરમાં સુરતી ખાજાને પાર્સલ પણ કરીએ છીએ. એર ટાઈટ કન્ટેનર માટે રૂપિયા વધારે પેકિંગ ચાર્જ લેવામાં આવે છે. આ પેકિંગ ના કારણે 30 દિવસ સુધી ખાજા ખાઈ શકાય તેવી સ્થિતિમાં હોય છે. અમારી વેબસાઈટ પર વિદેશોથી ઓર્ડર મળે છે અને ઓર્ડર મળ્યા બાદ અમે ખાસ પેકિંગ કરી તેમને મોકલતા હોઈએ છીએ"-- હિમાંશુ સુખડીયા (વેપારી)

જગન્નાથની અતિપ્રિય મિઠાઈ: વર્ષોથી સરસિયા ખાજાની દેશ-વિદેશમાં બોલબાલા રહી છે. જેથી સીઝન શરૂ થતાં જ વિદેશ પણ પાર્સલ કરવામાં આવી રહ્યા છે. તેમજ કેટલાક એન.આર.આઈ. લોકો પોતાની સાથે પણ ખાજા વિદેશ લઈ જઇ રહ્યા છે. ઉલ્લખનીય છે કે ઓરિસ્સાના પુરીના વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથની આ અતિપ્રિય મિઠાઈ છે. ખાજાને લઇને એક લોકવાયકા પણ છે. કહેવાય છે કે, ભગવાન જગન્નાથ એક ભક્તના સ્વપ્નમાં આવી પોતાની પ્રિય વાનગી કેમ બનાવવા તે સમજાવ્યું હતું. બીજા દિવસે તેણે ભગવાને વર્ણવેલા ખાજા તૈયાર કરીને ધર્યા ત્યારે પ્રભુએ તે સ્વીકારી લીધા હતા.

"વર્ષોથી અમે ખાજા ખાઈએ છીએ. વરસાદની સિઝનમાં ખાસ લેવા આવીએ છીએ. અમે ડુમસ જઈએ છીએ સાથે ખાજા પણ ખાવા માટે લઈ જઈએ છીએ ને ફેમિલી સાથે ખાવીએ છીએ. વર્ષમાં એક જ વાર મળે છે તે પણ ચાર મહિના આ માટે ખૂબ એન્જોય કરીએ છીએ. આ મહિનામાં 10 વાર લેવા આવીએ છીએ. લીંબુ સાથે આ ખાજા ખાવાની મજા જ આવી જાય છે"--જીગ્નેશ રાંદેરી ( ગ્રાહક)

સુરતી લાલાઓ છે ખાવાના શોખીન: કોઈ પણ વાર તહેવાર હોય કે ના હોય એવું કહેવામાં આવે છે કે સુરતીઓ ખાવાની મોજશોખની રાહ જોતા નથી. એટલે કે તહેવાર હોય કે ના હોય સુરતી લાલાઓ હંમેશા ખાવાની મજા કરતા હોય છે. સરસિયા ખાજા દેશ-વિદેશમાં વખણાય જેના કારણે સુરતીઓ વેપાર પણ સારી રીતે કરી લે છે. વેપારમાં અને ખાવામાં બન્ને રીતે સુરતીઓ આગળ જ છે. વિદેશમાં મોકલવા માટે ખાસ પેકિંગ કરવામાં આવે છે. માત્ર ચાર મહિના મળનાર ખાજા માટે લોકો રાહ જોતા હોય છે.

  1. ડિસ્કસ થ્રોમાં ફાઈનલ્સમાં પહોંચનારી કમલપ્રીત કૌરની માતાએ લાડૂ બનાવીને કરી ઉજવણી, જૂઓ વીડિયો...
  2. વિશ્વમાં ખ્યાતી મેળવનારી વાનગી એટલે પોરબંદરની ખાજલી

ABOUT THE AUTHOR

...view details