ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: 'દિલજલે' આશિકો માટે ફ્રેન્કી પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ, વેપારી પોતે પણ નિષ્ફળ પ્રેમી - ફ્રેન્કી

સુરતમાં એક અનોખો ફ્રેન્કી વેપારી છે. જે પ્રેમમાં હૃદયભગ્ન થયું હોય તેવા ગ્રાહકોને ફ્રેન્કી પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપે છે. દરરોજ અહીં 20થી 30 દિલજલે આશિક ફ્રેન્કી પર ડિસ્કાઉન્ટ લેવા પહોંચી પણ જાય છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Surat Failed in Love 10 Percent Discount Frankie offer for Couple Also

'દિલજલે' આશિકો માટે ફ્રેન્કી પર 10  ટકાનું ડિસ્કાઉન્ટ,
'દિલજલે' આશિકો માટે ફ્રેન્કી પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ,

By ETV Bharat Gujarati Team

Published : Jan 11, 2024, 10:34 PM IST

દિલજલે' આશિકો માટે ફ્રેન્કી

સુરત: કોઈ પણ ડિસ્કાઉન્ટ ઓફર ખાસ તહેવારે કે દિવસે આપવામાં આવે છે. જો કે સુરત શહેરમાં એક એવી ઓફર મૂકવામાં આવી છે જેને સાંભળીને આપ પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ ઓફર એવા લોકો માટે છે કે જેઓને પ્રેમમાં દગો મળ્યો છે. સુરત શહેરના પાલ વિસ્તાર ખાતે ફ્રેન્કીની લારી ચલાવનાર વેપારીએ આ ઓફર રજૂ કરી છે. જેમાં નિષ્ફળ પ્રેમીઓને ફ્રેન્કી પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે.

વેપારી પોતે પણ 'નિષ્ફળ પ્રેમી': મૂળ ઉત્તર પ્રદેશના મથુરાનો રહેવાસી આમિર સુરતના પાલ વિસ્તારમાં નાનકડી ફ્રેન્કીની લારી ચલાવે છે. આમિર થોડાક વર્ષો પહેલા જ ઉત્તર પ્રદેશ છોડી સુરત આવી ગયો હતો. આમિરને પ્રેમમાં દગો મળ્યો હતો તે ભૂલવા માટે તે ઉત્તર પ્રદેશથી સુરત આવી ગયો હતો. તેણે નાનકડી લારી પર ફ્રેન્કી વેચવાનું શરુ કર્યુ. પોતે એક નિષ્ફળ પ્રેમી હોવાથી પ્રેમમાં દગો મળે ત્યારે શું હાલત થાય તે આમિર સુપેરે જાણે છે. તેથી તેણે પ્રેમમાં નિષ્ફળ હોય તેવા પ્રેમીઓ માટે ફ્રેન્કી પર 10 ટકા ડિસ્કાઉન્ટ જાહેર કર્યુ છે.

રોજના 20થી 30 નિષ્ફળ પ્રેમીઓઃ જે લોકોને પ્રેમમાં દગો મળ્યો છે તેવા નિષ્ફળ પ્રેમીઓ આ ફ્રેન્કીની લારી પર આવે છે. પોતાની નિષ્ફળ પ્રેમ કહાની રજૂ કરે છે અને આમિર તેમને ફ્રેન્કી પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપી દે છે. રોજ આ લારી પર 20થી 30 નિષ્ફળ પ્રેમીઓ આવે છે. પ્રેમમાં રમમાણ કપલ માટે પણ આમિરે ઓફર રજૂ કરી છે. કપલને અહીં 70 રૂપિયાની ફ્રેંકી 50 રૂપિયામાં મળે છે.

મને ખુદને પ્રેમમાં દગો મળ્યો હોવાથી ઉત્તર પ્રદેશથી હું સુરત આવી ગયો. મેં મારી ફ્રેન્કીની લારી પર દિલ તૂટેલા પ્રેમીઓ માટે 10 ડિસ્કાઉન્ટ જાહેર કર્યુ છે. રોજ 20થી 30 નિષ્ફળ પ્રેમીઓ આવે છે. મને દુઃખદ કહાની જણાવે છે અને હું તેમને આ ઓફર આપું છું...આમિર(વેપારી, સુરત)

હું અહીંથી પસાર થયો ત્યારે મેં આ બોર્ડ વાંચ્યું. મેં લારી પર જઈને મને પ્રેમમાં દગો મળ્યો છે તેવું જણાવ્યું હતું તેથી વેપારીએ મને ફ્રેન્કી પર 10 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું...શંભુ યાદવ(નિષ્ફળ પ્રેમી અને ગ્રાહક, સુરત)

  1. Surat News: સુરતમાં 20 વર્ષીય યુવકને પ્રેમિકાએ પ્રેમમાં દગો આપતા કર્યો આપઘાત
  2. એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત'!

ABOUT THE AUTHOR

...view details