ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણેશજીના પંડાલમાં જોવા મળી રામસેતુની ઝલક - રામસેતુની ઝલક

સુરતના અડાજણ વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના માટે ખાસ પંડાલ બનાવવામાં આવ્યું છે. આ પંડાલમાં પ્રવેશ કરતાંની સાથે રામાયણનો અદભુત નજારો સામે આવી જાય છે. પાણી વચ્ચે એક સેતુ બાંધવામાં આવ્યું છે અને આ સેતુને રામસેતુ નામ આપવામાં આવ્યું છે, જેને પાર કરીને ગણેશજીના દર્શન થાય છે. Ganesh Chaturthi 2022, Ganesh Pandal form Ram Setu, Ganesh Pandal Surat

સુરતના ગણેશજીના પંડાલમાં જોવા મળી રામસેતુની ઝલક
સુરતના ગણેશજીના પંડાલમાં જોવા મળી રામસેતુની ઝલક

By

Published : Sep 6, 2022, 2:53 PM IST

સુરતરામાયણમાં ઉલ્લેખિત પૌરાણિક રામસેતુની ઝલક હવે સુરતના ગણેશ પંડાલમાં જોવા( Ram Setu at Ganesh Pandal in Surat )મળી રહી છે. સુરત સિવિલ એન્જિનિયર, ડોક્ટર અને વકીલ મળીને ભવ્ય રામસેતુનો સ્વરૂપ ગણેશ મંડપને (Ganesh Chaturthi 2022)આપ્યું છે. રામસેતુ પાર કરીનેગણેશજીના દર્શનથાય છે એટલું જ નહીં અહીં રામ નામના પથ્થર પણ તરતા જોવા મળે છે. સાથે સાથે ઓર્ગન ડોનેશનને લઈ પણ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

રામસેતુની ઝલક

ગણેશજીની સ્થાપના માટે ખાસ પંડાલઅડાજણ વિસ્તારમાં વાસ્તવ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના માટે ખાસ પંડાલ (Ganesh Pandal)બનાવવામાં આવ્યું છે. આ પંડાલમાં પ્રવેશ કરતાંની સાથે રામાયણનો અદભુત નજારો સામે આવી જાય છે. પાણી વચ્ચે એક સેતુ બાંધવામાં આવ્યું છે અને આ સેતુને રામસેતુ નામ આપવામાં આવ્યું છે, જેને પાર કરીને ગણેશજીના દર્શન થાય છે. આ રામસેતુની આજુબાજુ વાનર સેનાના દર્શન પણ થાય છે. જે રામસેતુ બનાવી રહ્યા છે જે પણ કોઈ ભક્તોને ગણેશ બાપાના દર્શન કરવા હોય તો આ રામ સેતુને પાર કરીને જ દર્શન થઈ શકે છે. પંડાળમાં શ્રીજીના દર્શન સાથે રામસેતુના પરના દર્શન થાય છે.

એન્જિનિયરિંગ તકનીકનો લાભ લેવામાં આવ્યોઆશરે એક ફૂટ પાણીમાં આ સેતુ બનાવવામાં આવ્યો છે. જેને પાર કરવામાં લોકોને રોચક અનુભૂતિ પણ થાય છે. પંડાલમાં આ સેતુ બનાનાર સુરતના યુવાઓ છે. જેમાંથી એક સિવિલ એન્જિનિયર વાસુ શાહ, રેડીયોલોજીસ્ટ ધર્મ ડોઢિયા અને વકીલ ક્રિષ્ના જરીવાળા છે. રામસેતુ બનાવવામાં એન્જિનિયરિંગ તકનીકનો લાભ લેવામાં આવ્યો છે. જેથી દસ દિવસ સુધી આ રામસેતુમાં હજારોની સંખ્યામાં રોજે ભક્તો દર્શન કરે અને આ મજબૂતાઈથી અડીખમ રહે છે.

આ પથ્થરનું નામ સીએલસી બ્લોકએન્જિનિયર વાસ્તુ શાહે જણાવ્યું હતું કે, આવતા વર્ષે રામ મંદિરનું નિર્માણ થઈ જશે. રામ ભક્તિમાં લોકો લીન થાય આ હેતુથી રામસેતુ આ મંડપમાં નિર્માણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં ભાવિ ભક્તો જ્યારે અહીં આવશે ત્યારે એક ખાસ પથ્થર પાણીમાં મૂકશે તે રામસેતુની જેમ તરતો દેખાય છે. આ પથ્થર એન્જિનિયરિંગનો એક નમૂનો છે આ પથ્થરનું નામ સીએલસી બ્લોક છે. જેની ડેન્સિટી ઓછી હોવાના કારણે તે તરે છે લોકોને અહીં આવીને રામસેતુની અનુભૂતિ થાય છે.

સત્કાર કરાવીને બાપ્પાની આરતી કરાવવામાં આવેરેડીયોલોજીસ્ટ ડોક્ટર ધર્મ દોઢીયા એ જણાવ્યું હતું કે, રામભક્તિની સાથો સાથ અમે ઓર્ગન ડોનેશન અંગે પણ જાગૃતિ ફેલાવી રહ્યા છે. બધા જાણે છે કે ઓર્ગન ડોનેશનનો પ્રથમ કિસ્સો ગણેશજી સાથે થયો હતો. જો ગણેશજીને હાથીનો માથું નહીં મળ્યું હોત તો શું થયું હોત ? આ વિચાર લોકોને આવે આ માટે અમે મંડપમાં અંગદાન અંગે પણ જાગૃતિ કરી રહ્યા છે એટલું જ નહીં અંગદાન કરનાર લોકો અને તેમના પરિવારનો પણ અહીં સત્કાર કરાવીને પપ્પાની આરતી કરાવવામાં આવે છે અને અંતે તેમને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details