સુરત : સાતમા પગાર પંચમાં પણ એસટી કર્મચારીઓને યોગ્ય લાભ આપવામાં આવ્યા નહોતા. જોકે આ પહેલા ST કર્મચારીઓ લેખિત અને સરકાર સમક્ષ જઈ મિટિંગ પણ કરી છે. સરકારે હાલમાં ફિક્સ પે પર કામ કરતા કર્મચારીઓનો 20 ટકા પગાર વધારો જાહેર કર્યો છે. પરંતુ તેમાં એસટી નિગમના અન્ય કર્મચારીઓને આપવામાં આવ્યો નથી. જે અંગેની વિવિધ 10 જેટલી માંગો પૂરી નહીં થતાં આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. નારાજ થયેલા કર્મચારીઓ તારીખ 3 જી નવેમ્બરના રોજ સીએલ પર ઉતરી વિરોધ કરવાના હતા.
Surat News: કર્મચારીઓનું સરકાર સાથે સમાધાન, સંઘવીએ કહ્યું કાળા બજારી કરનાર લોકો સામે પગલાં લેવાશે - government regarding ST department pending issues
એસ.ટી કર્મચારીને આ વખતે દિવાળી ફળી ગઈ છે. ST વિભાગ પડતર પ્રશ્નોને લઇને કર્મચારીઓને સરકાર સાથે સમાધાન થયું છે. સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ તેનો લાભ એસટી કર્મચારીઓને આપવામાં આવ્યો નથી.
![Surat News: કર્મચારીઓનું સરકાર સાથે સમાધાન, સંઘવીએ કહ્યું કાળા બજારી કરનાર લોકો સામે પગલાં લેવાશે સંઘવીએ કહ્યું ફોટો ફાયદો અને કાળા બજારી કરનાર લોકો સામે પગલાં લેવાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-10-2023/1200-675-19869259-thumbnail-16x9-as-aspera.jpg)
Published : Oct 27, 2023, 12:21 PM IST
વધારાની બસો મુકવામાં આવશે :હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત એસટી સેવા છેવાડા ના ગામડા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. એસટીની માગણી મુખ્ય પ્રધાને મોટું મન રાખી સ્વીકારી છે. સંકલન બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તમામ યુનિયન મોડી રાત સુધી બેસી નિર્ણય લીધા છે. મુખ્ય પ્રધાનનો આભાર કર્મચારીઓએ માન્યો છે. સામાન્ય નાગરિકો પ્રાઇવેટ બસના ભાડા ભરી ન શકે તેવા લોકો માટે રાજ્ય સરકારે એસટી બસની સુવિધા મૂકી છે. એસટી હાલ 8 હજાર બસોનું સંચાલન કરી રહી છે. 33 લાખ કિલોમીટરનો પ્રવાસ કરી રહી છે. તારીખ 7 નવેમ્બર થી 23 નવેમ્બર સુધી 2200 જેટલી વધારાની બસો મુકવામાં આવશે. સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના લોકોની વસ્તી વધુ છે.
કાળા બજારી કરનાર સામે પગલાં : તેઓએ વધુમા જણાવ્યુ હતું કે, ભાડું નજીવા દર રાખવામાં આવ્યો છે. આ વર્ષે ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી છે. ટોલ ફ્રી નંબર પણ રાખવામાં આવ્યો છે. 7 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી 2200 જેટલી વધારાની બસો મુકવામાં આવશે. તારીખ 2 નવેમ્બર થી 11 સુધી રોજની 10થી 15 નવી બસો બહાર કાઢશું. 110 નવી બસો મૂકશું. ખોટો ફાયદો ઉઠાવનારા અને કાળાબજારી કરનાર સામે પગલાં લેવાશે.