સુરત મોંઘવારી અને પેટ્રોલ,ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારાના કારણે હવે લોકો ઇલેક્ટ્રિક (Surat Electric Vehicle selling) વ્હીકલ પસંદ કરી રહ્યા છે. પેટ્રોલ,ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. જેના કારણે હવે લોકોને નાછૂટકે ઇલેક્ટ્રિક (surat electric vehicle selling report record break) વાહનો તરફ જવાનો વારો આવ્યો છે.પરંતુ ઇલેક્ટ્રિક વ્હીકલનો વધારે વેચાણમાં એક વાત જગજાહેર છે કે ચાર્જીંગ સ્ટેશનની પણ સમસ્યાઓ છે. અને આ પહેલા તો ઇલેક્ટ્રિક વ્હીકલને ચાર્જીંગમાં મુકવાના સમયે બલાસ્ટ થયો હોવાના કિસ્સાઓ પણ બની રહ્યા છે. પરંતુ હાલ તો સુરત શહેરમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને ફોર વ્હીલરનું રજીસ્ટ્રેશન (Surat Vehicle selling report) કરાયું છે. રુપિયા 27.19 કરોડની સબસીડી (Subsidy on electric vehicles) સરકાર દ્વારા સુરતની પ્રજાને 2022 માં આપવામાં આવી હતી.
ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો સુરત શહેરમાં સતત ઇલેક્ટ્રિક વાહનોની (record break selling) ખરીદીમાં વધારો થઈ રહ્યો છે. 2022માં શહેરમાં રેકોર્ડ બ્રેક ઇલેક્ટ્રીક વાહનોની ખરીદી થઈ છે. આ વર્ષમાં 12,171 ઇલેક્ટ્રીક વાહનો (e vehicle sales in india) વેચાયા હતા. શહેરનાં 12,171 ઇલેક્ટ્રિક વાહનોને રુપિયા 27.19 કરોડની સબસિડી અપાઈ છે. સુરત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ- ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની સાથે જ સુરત સુરત મહાનગર પાલિકા ઈલેક્ટ્રીક વાહન માટે પ્રોત્સાહક પોલિસી જાહેર કરી છે. તેના કારણે સુરતમાં ઈ વ્હીકલ (e vehicle sales in gujarat) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ઈ વ્હીકલ વધી રહ્યાં છે. પરંતુ ચાર્જીંગ સ્ટેશન ન હોવાથી સુરત મહાનગર પાલિકાએ શહેરના જુદા જુદા જગ્યાએ 50 નવા ઈ વ્હીકલ ચાર્જીંગ સ્ટેશન બનાવવા માટે શરૂઆત પણ કરી દીધી છે.
આ પણ વાંચો Petrol Diesel Price : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહી