સુરત : શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ શહેરના ભેસ્તાન વિસ્તારના સિદ્ધાર્થ નગર પાસે ગઈકાલે રાતે નવ વાગ્યાની આસપાસ 4 વર્ષનો બાળક ફૂટપાથ પર બેઠો હતો. તેમનો પરિવાર ત્યાં જ ફળ ફલ્યુટનું વેચાણ કરી રહ્યું હતું, ત્યારે અચાનક આઇસર ચાલક ત્યાં ગાડી પાર્કિંગમાં લગાવતો હતો, ત્યારે જ બેઠેલા બાળકને આઇસર ચાલકે અડફેટે લેતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના સર્જાતા સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને આઇસર ચાલકની ધરપકડ કરી પાંડેસરા પોલીસને સોંપ્યો હતો. હાલ આ મામલે પાંડેસરા પોલીસે આઇસર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :Patan News : બાલીસણામાં કારની અડફેટે બાઈક ચાલકનું મોત, સીસીટીવીમાં જોવા મળ્યાં દ્રશ્ય
બાળક પર ચડાવી દીધું આઈસર :આ બાબતે મૃતક બાળકના પરિવારના સંબંધી જયેશ દેવીપુજકે જણાવ્યું કે,આ પરિવાર ત્યાં ફૂટપાથ પર ફળ ફ્રુટ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યા રોજના નિત્યક્રમ મુજબ ફૂટપાથ બેસીને ફળ ફ્રુટનું વેચાણ કરે છે. એમનો છોકરો બાજુમાં બેસીને મોબાઇલ પર ગેમ રમી રહ્યો હતો. ત્યારે જ અચાનક આઇસર ટેમ્પો ચાલક આવીને બાળક પર ચડાવી દીધું હતું. જેથી બાળકનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. મૃતક છોકરાના પિતા અપંગ છે અને તેમની માતા બોલી શકતા નથી. તેઓ ગુંગી છે અને આઇસર ચાલકે છોકરા પર ચઢાવી ડેટા આ અકસ્માત સર્જાયો હતો. છોકરાઓ નામ અનમોલ પ્રકાશ દેવીપુજક છે. તેઓ સાડા ચાર વર્ષનો હતો. ડ્રાઇવરે સ્થળ પરથી જ પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો.