- કિન્નરો અને પોલીસકર્મીઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ
- રાત્રી કર્ફ્યુ દરમિયાન પોલીસે કિન્નરોને માસ્ક પહેરી પરત જવા કહ્યું હતું
- કિન્નરોએ પોલીસ સાથે માથાકૂટ કરી બેફામ ગાળો આપી
સુરતઃ કોરોનાના કારણે રાત્રે ૯ થી સવારના ૬ વાગ્યા સુધી નાઈટ કફર્યુ અમલમાં છે. ત્યારે સુરતના કતારગામ ચેકપોસ્ટ પાસે પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં હતો. તે દરમિયાન કેટલાક કિન્નરો ત્યાં આવી પહોચ્યા હતા, અને તેઓએ માસ્ક પણ પહેર્યા ન હતા. જેથી ત્યાં હાજર પોલીસકર્મીઓએ તમામને માસ્ક પહેરવા અને પરત જવાનું કહ્યું હતું. જેને લઈને કિન્નરો અને પોલીસકર્મીઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી.
સુરતઃ રાત્રી કર્ફ્યુમાં પોલીસે કિન્નરોને માસ્ક પહેરવાનું કહેતા કિન્નરોએ નગ્ન થઇને હોબાળો મચાવ્યો આ પણ વાંચોઃનવસારીમાં કિન્નર સમાજનો વિવાદ વકર્યો, 200 વર્ષની ગુરુશિષ્ય પરંપરા દર્શાવી મુસ્કાનકુંવરને સમર્થન
પોલીસે ચાર જેટલા કિન્નરો સાથે મારામારીની ફરિયાદ નોંધી હતી
પોલીસે માસ્ક પહેરવાનું કહેતા કિન્નરો નિવસ્ત્ર થઇ ગયા હતા અને હોબાળો કર્યો હતો. એટલું જ નહી હાથાપાઈ પણ કરી હતી. કિન્નરોએ પોલીસકર્મીઓને બેફામ ગાળો પણ આપી હતી. કતારગામ ચેકપોસ્ટ પર આખરે મોડી રાત સુધી ચાલેલા આ હંગામાના કારણે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પાડી હતી. તમામ કિન્નરોને કતારગામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાલ કતારગામ પોલીસે ચાર જેટલા કિન્નરો સાથે મારામારીની ફરિયાદ નોંધી હતી.
સુરતઃ રાત્રી કર્ફ્યુમાં પોલીસે કિન્નરોને માસ્ક પહેરવાનું કહેતા કિન્નરોએ નગ્ન થઇને હોબાળો મચાવ્યો આ પણ વાંચોઃઅમદાવાદમાં કિન્નર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ લૂંટની ઘટના
નગ્ન થઇને હોબાળો મચાવ્યો અને ગાળાગાળી પણ કરી
સમગ્ર ઘટના ઉભી થતા કિન્નરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કિન્નરોએ નગ્ન થઈને ગાળાગાળી પણ કરી હતી. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, સુરતમાં કિન્નર સમાજનો એક વર્ગ સતત માનવતાનું અને સમાજલક્ષી કામ કરી રહ્યો છે. જેને લઈને તેઓ અનોખું સન્માન પણ ધરાવે છે. પરંતુ આ ઘટનાને લઈને અમુક કિન્નરોને લઈને કિન્નર સમાજની છબી ખરડાઈ છે અને અન્ય કિન્નરોએ આ ઘટનાને વખોડી હતી.