સુરતમાં ડુપ્લીકેટ શેમ્પુની ફેકટરી ઝડપાય સુરત : શહેરના ઉતરાણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં શેમ્પુની ફેક્ટરી ચાલી રહી હતી. જેમાં ડુપ્લીકેટ શેમ્પુનું વેચાણ થઈ રહ્યું હતું. તેવી બાતમીના આધારે પોલીસે દરોડા કર્યા હતા. સ્થળ પરથી કુલ 7 લાખ 35 હજારથી વધુનો ડુપ્લીકેટ શેમ્પુનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો : સુરત શહેરના ઉતરાણ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં શેમ્પુની ફેક્ટરી ચાલી રહી હતી. જેમાં પોકેટર એન્ડ ગેમડર જે કંપનીમાં ડુપ્લીકેટ શેમ્પુનું વેચાણ થઈ રહ્યું હતું. જેને લઈને આ ફેક્ટરીમાં અસલી શેમ્પુની બોટલમાં નકલી શેમ્પુ ભરવાનો ખેલ ચાલી રહ્યો હતો. વેપારીઓ દ્વારા વધુ નફાની લાલચમાં બ્રાન્ડેડ કંપની હેડ એન્ડ સોલ્ડરના ડુપ્લીકેટ શેમ્પૂ વેચવામાં આવતા હતા.
ડુપ્લીકેટ શેમ્યુની ફેકટરી ઝડપાય
આ પણ વાંચો :ઘી બજારમાં દરોડા, સેમ્પલના રિપોર્ટ ન આવે ત્યાં સુધી વેચાણ પર પ્રતિબંધ
મુદ્દામાલ કર્યો કબજે : હેડ એન્ડ શોલ્ડર નામના સ્ટીકર લગાવી શેમ્પુનું વેચાણ શરૂ કર્યું હતું. જેને લઈને હેડ એન્ડ સોલ્ડરના શેમ્પુ તેના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. જેને લઈને આ બાબતે પોલીસને માહિતી આપી હતી. પોલીસે માહિતીના આધારે દરોડા કરતા કુલ 7 લાખ 35 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તે ઉપરાંત ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો :સુમૂલ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા 3 આરોપીની ધરપકડ, સુરત પોલીસની કાર્યવાહી
લુસ શેમ્પુના સ્ટીકરો મળ્યા :આ બાબતે સુરત પોલીસ ACP આર.પી.ઝાલાએ જણાવ્યું કે, તેનું હેડ એન્ડ સોલ્ડર શેમ્પુ બજારમાં વેચાતું હોય એના અધિકારીઓ આવ્યા હતા. તેમણે પોલીસને જાણ કરી હતી કે, આ લોકો ડુબલીકેટ શેમ્પુનું વેચાણ કરી રહ્યા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ અને ઉતરાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચીને દરોડા કરવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ત્યાંથી હેડ એન્ડ સોલ્ડર કંપનીનું ડુબલીકેટ શેમ્પુ મળી આવ્યું હતું. તે ઉપરાંત ત્યાંથી લુસ શેમ્પુના સ્ટીકરો પણ મળી આવ્યા હતા. જેને લઈને ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં જેમીલ, નિકુંજ અને હાર્દિક ભરોળિયાની છે. તે ઉપરાંત કુલ 7 લાખ 35 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.