સુરતના ડુમસ બીચ પર અબોલ પશુઓની નાજુક સ્થિતિ જોઈને ખાખીએ સારવાર કરાવી સુરત : ખાખી વર્દી જોઈ ભલભલા ભયભીત થઈ જાય છે, પરંતુ આ ખાખી વર્દી પાછળ પણ ધબકતું હૃદય છે અને આ વાત સુરતના ડુમસ પોલીસે સાબિત કરી છે. સુરત ડુમસ પોલીસના ઇન્સ્પેકટર પોતાના કર્મચારીઓ સાથે જ્યારે ડુમસ બીચ પર પહોંચ્યા ત્યારે જોયું કે, ત્યાં ઘોડાઓ અને ઊંટ ઇજાગ્રસ્ત હાલતમાં છે. અબોલ પશુઓની સ્થિતિ જોઈ પોલીસને દયા આવી ગઈ અને તેઓએ તાત્કાલિક જ જીવદયાની ટીમને બોલાવી આ તમામ પ્રાણીઓને સારવાર અપાવી હતી. એટલું જ નહીં આ પ્રાણીઓના માલિકોને પણ કડક સૂચના આપવામાં આવી હતી કે તેઓ પ્રાણીઓની કાળજી લઈ અને તકેદારી રાખે.
પ્રાણીઓની નાજુક સ્થિતિ : ડુમસ બીચ પર દરરોજે મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવે છે અને ખાસ કરીને જ્યારે શનિવાર અને રવિવાર હોય છે. ત્યારે સહેલાણીઓ સંખ્યા બમણી થઈ જાય છે. દરિયા કિનારે લોકો ફરવા આવે છે અને અહીં જે પ્રાણીઓ હોય છે. ખાસ કરીને ઊંટ અને ઘોડા ઉપર સવારી કરી મજા માણે છે. હજારોની સંખ્યામાં આવનાર લોકો બીચ પર કલાકો પસાર કરે છે, પરંતુ ક્યારે પણ કોઈએ આ ઘોડાને ઊંટની શું સ્થિતિ છે. તે અંગે વિચાર્યું નથી. બીજ પર ઇજાગ્રસ્ત ઘોડાઓ અને ઊંટની જાણકારી એક પશુ પ્રેમી દ્વારા ડુમસ પોલીસને આપવામાં આવી હતી. પ્રાણીઓની ગંભીર સ્થિતિ અંગે સાંભળી ડુમસ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સીધે બીચ પર પહોંચી ગયા હતા.
અમને એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડુમસ બીચ પર કેટલાક પ્રાણીઓ ઇજાગ્રસ્ત હાલતમાં છે. તાત્કાલિક ડુમસ પોલીસના પીઆઇ અંકિત સોમૈયા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રયાસ જીવદયા સંસ્થાને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. તમામ પ્રાણીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારે ખબર પડી કે તેમાંથી સાતથી આઠ જેટલા પ્રાણીઓ ઈજાગ્રસ્ત છે. આ તમામ પ્રાણીઓની સારવાર કરવામાં આવી હતી. સાથે તેમના માલિકોને પૂરતી દેખરેખ કરવા માટેની કડક સૂચના પણ આપી દેવામાં આવી છે.- દીપ વકીલ ( ACP- સુરત પોલીસ)
ડોક્ટરોએ તપાસ હાથ ધરી :પોલીસ ઇન્સ્પેક્ટર અંકિત સોમૈયાએ જોયું કે, ત્યાં હકીકતમાં પ્રાણીઓની સ્થિતિ દયનીય છે આશરે સાતથી આઠ જેટલા ઊંટ અને ઘોડાઓ ઇજાગ્રસ્ત હતા. તેમની સ્થિતિ જોઈને તાત્કાલિક જ જીવદયા સંસ્થાથી સંકળાયેલા ડોક્ટરોની ટીમને બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ બીચ પર આવીને આ પ્રાણીઓની તપાસ હાથ ધરી હતી. જેમાં અનેક પ્રાણીઓ ગંભીર રીતે થાકી ગયા હોય અને ઇજાગ્રસ્ત હોય તે જાણવા મળ્યું હતું. પોલીસે તમામ પ્રાણીઓને તાત્કાલિક સારવાર અપાવી હતી. આ કોઈ પ્રથમ ઘટના નથી અગાઉ પણ આવી જ રીતે પ્રાણીઓ સાથે અમાનવીય બનાવો સામે આવી ચૂક્યા છે. બીચ પર પ્રાણીઓના માલિક તેમની સાથે સંવેદના રાખતા નથી.
- Surat News: હવે સુરત ડુમસબીચ વર્લ્ડ કલાસ બનશે, ઈકો ટુરિઝમમાં આવી મસ્ત સુવિધાઓ હશે
- Banaskantha News : સરહદી વિસ્તારોમાં હવાડા કોરાધાકોર જેવા, માનવ સાથે પશુ પાણી વિનાના ટળવળતા
- Junagadh Animal Lover: આકરી ગરમીમાં પશુ-પક્ષીઓ માટે શરૂ થયો અનોખો સેવા યજ્ઞ, નિર્જન વિસ્તારમાં જઈ આપે છે પાણી