સુરત યુવાવર્ગની નશાખોરીએ શી હાલત કરી છે તેનો લાલબત્તી ધરતો આ કિસ્સો કહી શકાય. સુરત ક્રાઈમ બ્રાન્ચે ચરસના જથ્થા સાથે યુવક અને યુવતીની સુરત રેલવે સ્ટેશનેથી ધરપકડ કરી છે. યુવક અને યુવતી બંને હિમાચલ પ્રદેશમાં ચરસના કેસમાં પકડાયા બાદ કોર્ટની તારીખમાં હાજરી આપી પરત સુરત આવી રહ્યા હતા. ચરસ સાથે બંનેની ધરપકડ સુરત રેલવે સ્ટેશનથી કરવામાં આવી છે. બંને હિમાચલ પ્રદેશથી ચરસનો જથ્થો લાવ્યા હોવાની કબૂલાત પણ કરી છે. સુરત પોલીસે તેમની પાસેથી 79.240 ગ્રામ ચરસનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી 57,966 રૂપિયાની મતા કબજે કરી હતી.
આ પણ વાંચો Vadodara Crime: 3 કિલો ચરસ ઝડપાયું, કોઈને ખબર ન પડે ભર્યો હતો સ્ટોક
ચરસનો જથ્થો જપ્ત સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. આ અંતર્ગત કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે અને ધરપકડો પણ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ચરસ કેસમાં પહેલા ધરપકડ અને ત્યારબાદ કોર્ટમાં હાજરી આપી ફરી સુરત આવી રહેલા યુવક યુવતીની ચરસ સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે 11,886 રૂપિયાનો 79.240 ગ્રામ ચરસનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી 57,966 રૂપિયાની મતા કબજે કરી હતી. માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવી ઉભી હતી. આ યુવા જોડી સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.