લોકડાઉનમાં સતત 36 કલાક એમ્બ્યુલન્સ ચલાવી સુરતના ડ્રાઈવરોએ તમિલનાડુના શ્રમિકનો મૃતદેહ પહોચાડ્યો - સુબ્બુરાજ
લોકડાઉનમાં સતત 36 કલાક સુધી એમ્બ્યુલન્સ ચલાવી સુરતના બે ડ્રાઇવરે એક શ્રમિકનો મૃતદેહ તામિલનાડુમાં રહેતા તિરુનેલવેલી તેના પરિવાર સુધી પહોંચાડી માનવતાની મહેક ફેલાવી છે. લોકડાઉન અને આટલા ધમધોકતા તાપમાં તિરુનેલવેલી સુધી લઈ જવા માટે જ્યારે કોઈ એમ્બ્યુલન્સ સેવા તૈયાર નહોતું ત્યારે સાઈ કૃપા એમ્બ્યુલસ સેવાના આ બન્ને ડ્રાઇવર આ ગરીબ શ્રમિક પરિવારના મોભીના મૃતદેહને લઈ તિરુનેલવેલી પહોંચ્યા હતા. સુરત એકલવાયું જીવન જીવતા આ શ્રમિકનું કોઈ સભ્ય પણ નહોતું, પરંતુ એમ્બ્યુલન્સના બંને ડ્રાઈવરોએ જાતે મૃતદેહને લઈ જઈ એક ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરો પાડ્યો હતો.
સુરતઃ તિરુનેલવેલી નગરનો રહેવાસી 58 વર્ષીય સુબ્બુરાજ સુરતના સચિન વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી એક ખાણીપીણીમાં કામ કરતો હતો. 12 એપ્રિલે ગુજરાતની એક હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ સુબ્બુરાજનું અવસાન થયું હતું. જેની મૃતકના પરિવારના સભ્યોને જાણકારી મળી હતી. પરંતુ લોકડાઉન અને આર્થિક પરિસ્થિતિના કારણે તેઓ મૃતક સુબ્બુરાજનું શવ લેવા સુરત આવી શકે તેવી સ્થિતિ નહોતી. જેથી મૃતકની પત્નીએ રંગનાયગીએ પોતાના જિલ્લા કલેક્ટર શિલ્પા પ્રભાકર સતિષને અપીલ કરી હતી. તેમણે સહાય માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત કરી હતી.