ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Domestic Flight : સુરતથી ચાર શહેરોને જોડતી ફ્લાઈટ શરૂ, વેપારી વર્ગના લોકોને ખાસ લાભ

સુરત શહેરમાં વેન્ચુરા કંપની દ્વારા ખાસ હવાઈ સેવા શરુ કરવામાં આવી છે. આજે સી.આર. પાટીલ, હર્ષ સંઘવી અને પદ્મશ્રી સવજીભાઈની હાજરીમાં આ હવાઈ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સુરતથી અમદાવાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગર શહેર માટે ફ્લાઇટની શરુઆત કરવામાં આવી છે.

Surat Domestic Flight
Surat Domestic Flight

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 9:30 PM IST

સુરતથી ચાર શહેરોને જોડતી ફ્લાઈટ શરૂ

સુરત : હવે સુરતના લોકો અમદાવાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગર માત્ર ગણતરીના મિનિટોમાં પહોંચી જશે. વેન્ચુરા કંપની દ્વારા ખાસ હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે. અગાઉ કંપની બે ફ્લાઈટની સેવા આપતી હતી. જેની સંખ્યા હવે ત્રણ થઈ ગઈ છે. આ એર કનેક્ટિવિટીના કારણે સુરતના સામાન્ય વર્ગના લોકો સાથે વેપારી વર્ગના લોકોને પણ લાભ થશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે આ કનેક્ટિવિટી આવનાર દિવસોમાં સુવિધાજનક સાબિત થશે.

નવી હવાઈ સેવા : હવે સુરતથી ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને અમરેલી વચ્ચે દૈનિક હવાઈ સેવા શરૂ થઈ ગઈ છે. સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા ખાસ વેન્ચુરા એરલાઇન્સની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેથી શહેરના લોકોને હવાઈ માર્ગે અવરજવરમાં લાભ મળી શકે. એરલાઇન્સ કંપની દ્વારા રાજ્ય સરકાર સાથે અલગ અલગ શહેરોને પરસ્પર હવાઈ માર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે સુરતમાં વધુ ફ્લાઈટની સેવા શરૂ કરવામાં આવી છે. જેથી હવે સુરતથી અમદાવાદ 60 મિનિટ, સુરતથી રાજકોટ 60 મિનિટ, સુરતથી અમરેલી 45 મિનિટ અને સુરતથી ભાવનગર 30 મિનિટમાં પહોંચી શકાશે.

વેપારી વર્ગના લોકોને ખાસ લાભ

સુરત ઝડપથી વિકસતું શહેર છે. આ શહેરમાં 50 થી પણ વધુ ફ્લાઈટ ચાલતી હોવા છતા હજુ પણ ફ્લાઈટોની અછત છે. સુરતના વેન્ચુરા ગ્રુપ દ્વારા નવ સીટની ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી. જેમાં સુરતથી અમદાવાદની બે ફ્લાઈટ તથા રાજકોટ અને ભાવનગરની એક-એક ફ્લાઈટ છે. તેનો ખૂબ જ ઉપયોગ થતો હતો. અગાઉ એમની પાસે બે ફ્લાઈટ હતી અને હવે તેઓએ ત્રીજી ફ્લાઈટ લીધી છે. આ ફ્લાઇટને પરમિશન મળી ગઈ છે. જેથી આજથી ફ્લાઇટ શરૂ થઈ છે.--સી. આર. પાટીલ (પ્રદેશ પ્રમુખ-ભાજપ)

હવાઈ સફરનું ભાડું : ઝડપી હવાઈ સેવાના કારણે હવે વૃદ્ધ અને અશક્ત લોકોને ઇમરજન્સી સેવાઓ લાભ મળી શકશે. 9 સીટર ફ્લાઈટમાં બે પાયલોટ અને 9 પેસેન્જર ઉડાન ભરી શકશે. આ ખૂબ જ સુવિધાજનક છે. આ ફ્લાઈટની શરૂઆત કરવામાં આવી ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને પદ્મશ્રી સવજીભાઈ સહિત સુરતના અન્ય ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આ ફ્લાઈટ માટે યાત્રીઓને 2500 થી 3000 રૂપિયાની ટિકિટ લેવી પડશે. વેન્ચુરા એરલાઇન્સ દ્વારા આ નવા વિમાનનું નામ વીટી દેવ રાખવામાં આવ્યું છે.

  1. Cyclone Biparjoy: સુરત એરપોર્ટ પર પ્રાઇવેટ વેન્ચુરા એર કનેક્ટર કંપનીની બે નાની ફ્લાઈટોને સાંકળથી બાંધવાની ફરજ પડી
  2. Viral Video: રમકડામાં નહીં પરંતુ રીયલ પ્લેનમાં ટેક ઓફ કરતા ટાબરીયાએ પ્લેનની હેન્ડલિંગ કરી

ABOUT THE AUTHOR

...view details