સુરત:સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શ્વાનનો આતંક આતંકવાદીની જેમ વધી રહ્યો છે. હવે રસ્તામાં પણ શ્વાનનો ત્રાસ એટલો વધી ગયો છે કે, રસ્તેથી નીકળવું મુશ્કેલ છે. કારણે કે સુરતમાં શહેરના ઉધના હરીનગર વિસ્તારમાં 23 વર્ષીય યુવક રાતે બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે જ તેમના પગ ઉપર એક શ્વાને બચકું ભરી લીધું હતું. જેથી તેમને સારવાર લેવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. શ્વાનએ અચાનક પગમાં બચકા ભરી લીધા હતા.
Dog Bite: સુરતમાં શ્વાનનો આતંક યથાવત, અડધી રાત્રે યુવકના પગે બચકા ભર્યા
સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ફરી વાર એવી જ એક ઘટના સામે આવી છે. સુરતમાં શહેરના ઉધના હરીનગર વિસ્તારમાં 23 વર્ષીય યુવક રાતે બાઈક ઉપર જઈ રહ્યા હતા. ત્યારે જ તેમના પગ ઉપર એક શ્વાને બચકું ભરી લીધું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
સીસીટીવીમાં કેદ:સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યું છે. ખાસ કરીને શહેરનાઉધના પાંડેસરા ભેસ્તાન સચીન વિસ્તારમાં વધુ પડતો શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. તેવામાં બાઈક ઉપર જઈ રહેલા યુવકના પગ ઉપર શ્વાને બચકા ભર્યા છે. શહેરના ઉધના હરીનગર વિસ્તારમાં 23 વર્ષીય વિષ્ણું ગુપ્તા જેઓ પાનની દુકાન ચલાવે છે. ગઇ રાતે તેઓ કોઈ કારણોસર ઉધના પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા. ત્યારે ઉધના પાણી ટાંકી પાસેના ત્રણ રસ્તા ઉપર ત્રણ શ્વાન બેઠા હતા. ત્યાંથી જ વિષ્ણું બાઈક ઉપર પસાર થઈ રહ્યાં હતા. ત્યારે એક શ્વાને વિષ્ણુનાં ડાબા પગ ઉપર અચાનક બચકું ભરી લીધું હતું. જેથી તેઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં જઈ સારવાર લીધી હતી. જોકે આ સમગ્ર ઘટના રસ્તા ઉપર લગાવવામાં આવેલ સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.
બચકા ભર્યા હોવાની ઘટના:સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બાઈક સવાર વિષ્ણું ત્યાંથી પસાર થાય છે. એક શ્વાન બેઠો છે. તો બીજા બે શ્વાનો બાઈક પાછળ ભાગે છે અને શ્વાન બચકું ન ભરે તે માટે વિષ્ણુ બાઈક થોભાવી દે છે. પરંતુ એક શ્વાન પગ ઉપર બચકું ભરી લે છે. શ્વાનને ભગાવવા માટે જ્યારે પ્રતિક્રિયા કરે છે. ત્યારે તમામ શ્વાન ત્યાંથી જતા રહે છે. અત્રે ઉલ્લેખનીય છેકે, આ પેહલા વેડરોડ ભેસ્તાન ખજોદ વિસ્તારમાં લોકોને અને એમાં ખાસ કરીને નાના બાળકોને શ્વાનો દ્વારા બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી હતી. તે ઉપરાંત ખજોદ વિસ્તારમાં બાળકી અને ભેસ્તાન વિસ્તારમાં એક બાળકને બચકા ભરતા મોત પણ થયું છે. ત્યારે વધુ એક વખત એક યુવકને શ્વાને બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી છે.