ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Dog Bite: સુરતમાં વધુ બે બાળકીઓ ઉપર શ્વાનનો હુમલો, બાળકીના કમર, ગાલ અને પગના ભાગે બચકા ભર્યા - બાળકીઓ ઉપર શ્વાનનો હુમલો

સુરત શહેરમાં વધતા જતા શ્વાનના હુમલાના કેસમાં વધુ એક વખત ડોગ બાઈટની ઘટના સામે આવી છે. ભેસ્તાન વિસ્તારમાં બે બાળકીઓ ઉપર શ્વાને હુમલો કરી બચકા ભર્યા હતા. બંને બાળકીઓને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બંને બાળકીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે બાળકીઓ ઉપર શ્વાનનો હુમલો
સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે બાળકીઓ ઉપર શ્વાનનો હુમલો

By

Published : Feb 26, 2023, 5:40 PM IST

સુરત:શહેરમાં દિવસેને દિવસે શ્વાનના હુમલા વધી રહ્યા છે. ત્યારે વધુ એક વખત ડોગ બાઈટની ઘટના સામે આવી છે. ભેસ્તાન વિસ્તારમાં આવેલ ઉમ્મીદ નગરમાં રહેતી પાંચ વર્ષીય અનાઈશા ઈબ્રાહીમ શેખ અને છ વર્ષીય શાદીયાબી શાહ પર શ્વાને હુમલો કરી બચકા ભર્યા હતા.

સુરત શહેરમાં દિવસેને દિવસે શ્વાનના હુમલા

રમતી બાળકીઓ ઉપર શ્વાનનો હુમલો:બંને બાળકીઓ સાંજે પોતાના ઘર નજીક રમી રહ્યા હતા. ત્યારે બે શ્વાને બંને બાળકી ઉપર હુમલો કરી એક બાળકીના કમર, ગાલ અને પગના ભાગે બચકા ભર્યા હતા. જોકે આ જોતાની સાથે જ સ્થાનિકો દોડી આવ્યા હતા. બંને બાળકીઓને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બંને બાળકીઓની સારવાર કર્યા બાદ રજા આપી દેવામાં આવી હતી.

Surat Dog Bite Case: માસૂમ બાળકી પર 30થી વધુ ડોગ બાઈટના ઘા, સારવાર બાદ મૃત્યુ

ઘરની બહાર નીકળવું મુશ્કેલ:આ બાબતે ઉમ્મીદ નગરમાં જ રહેતા બાળકીના મામા મોહમ્મદ ઇકબાલ શેખએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં ચારથી પાંચ શ્વાને બાળકોને બચકા ભર્યા છે. તે ઉપરાંત અહીં નવા નવા શ્વાનો જોવા મળી રહ્યા છે. અહીં નજીકમાં જ પાંજરાપોર છે. તેઓ રોજના શ્વાને પકડીને લાવે છે અને અહીં જ છોડી દે છે. જેને કારણે અમારા વિસ્તારમાં શ્વાનો ખુબ જ વધી ગયા છે. વધુમાં જણાવ્યું કે અમારે ત્યાં એક છોકરાના ગળાના ભાગે, એક છોકરીને હાથના ભાગે અને એકને કમરના ભાગે બચકા ભર્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આજ દિન સુધી એસએમસી વિભાગને પણ શ્વાનોને પકડતાં જોવા મળ્યા નથી. હવે તો એવો માહોલ બની ગયો છે કે ઘરની બહાર નીકળીએ કે નહિ.

બાળકીઓને ડોગ દ્વારા બાઈટ: આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો.કેતન નાયકે જણાવ્યું કે ગઈકાલે સાંજે બે બાળકીઓને હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ઉપર લાવવામાં આવી હતી. તેમને આ બંને બાળકીઓને ડોગ દ્વારા બાઈટ કરવામાં આવ્યા હતા. એમાંથી એક છ વર્ષીય શાદીયાબી શાહ દીકરીના ગાલ, કમર અને પગના ભાગે ડોગ બાઈટના ઘા મળી આવ્યા હતા. બીજી દીકરીને પણ ગળાના ભાગે ડોગ બાઈટના ઘા મળી આવ્યા હતા. આ બંને દીકરીઓને તમામ પ્રકારની સારવાર કરી તેમને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી હતી.

Vadodara News: 10થી 15 લોકો પર રખડતા શ્વાનો હુમલો, સ્થાનિકો ઘરમાં ને ઘરમાં

શ્વાનનો આતંક:વધુમાં જણાવ્યું કે ગઈકાલે બપોરના સમય દરમિયાન જ ટ્રોમા સેન્ટર ઉપર તે વિસ્તારમાંથી જ અન્ય ત્રણ બચ્ચાઓને પણ લવાયા હતા. પરંતુ તેમને સામાન્ય બાઈટ હતા. જેથી તેમને ઇન્જેક્શન અને દવાઓ આપી રજા આપી દેવામાં આવી હતી. સાંજે આ પ્રકારે બે કેસ આવતા અમે આ માહિતી એસએમસીના ડોગ પકડવાના વિભાગમાં આપી હતી.

ABOUT THE AUTHOR

...view details