ખજોદ વિસ્તારમાં બાળકીને ડોગ બાઈટનો મામલે બે વર્ષીય બાળકીનું મૃત્યુ સુરત : ખજોદ વિસ્તારમાં ડોગ બાઈટનો મામલે ત્રણ દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ આજરોજ બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. આ બાળકીને 19 ફેબ્રુઆરીના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. તે સમયે બાળકીના શરીર પર 30થી વધુ ડોગ બાઈટના ઘા મળી આવ્યા હતા. તે ઉપરાંત બાળકીના માથા છાતી અને અન્ય ભાગે ગંભીર ઇજાઓ હોવાને કારણે બાળકીનું સર્જરી ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્રણ દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ મોડી રાત્રે બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ આ મામલે MLC હોવાથી બાળકીની બોડીને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી આપવામાં આવેલી છે.
પરિવાર શોકમાં ગરકાવ : આ મામલે મૃતક બાળકીના પિતા રવિએ જણાવ્યું કે, અમે લોકો કામકાજ કરીને આવ્યા હતા. અમારી બાળકી ઘરે રહેશે સારું રહેશે બહાર લઈ જવાની જરૂર પડશે નહિ. બહાર છોકરાઓ રમી રહ્યા હતા. પરંતુ ત્યારબાદ હું ફરીથી કામકાજ પર જતો રહ્યો હતો. નવ વાગ્યાની આસપાસ મને મારી પત્નીનો ફોન આવ્યો કે, છોકરીને શ્વાને કરડ્યું છે. અમે લોકોએ એમ્બ્યુલન્સને બોલાવી છે. એટલે હોસ્પિટલ લઈને આવ્યા અહીં તેની સારવાર કરવામાં આવી. રવિવારનો દિવસ હતો અને વધુ સારવાર કરવા માટે ભરતી કરવામાં આવી હતી. તેના માથાના ભાગે, પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ મારી બે વર્ષની છોકરી હતી.
આ પણ વાંચો :Surat News : શ્વાન કરડવાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ કરાયો શરૂ
ડોક્ટરે શુું કહ્યું : આ બાબતે નવી સિવિલ હોસ્પિટલના RMO ડો.કેતન નાયકે જણાવ્યું કે, ત્રણેક દિવસ પહેલા ખજૂર વિસ્તારની બે વર્ષની બાળકીને ત્રણેક શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ બાળકીના શરીર પર 30થી વધુ ડોગ બાઈટના ઘા મળી આવ્યા હતા. તે બાળકીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બાળકીને હિમોગ્લોબીન સહિતના તમામ અધ્યતન સારવાર આપવામાં આવી હતી. તે ઉપરાંત બાળકીનું સર્જરી વિભાગમાં બેથી ત્રણ કલાક સુધી ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલમાં રોજના 40થી 50 ડોગ બાઈટના કેસ આ પણ વાંચો :Pet Dog Tax: વડોદરામાં પાલતુ શ્વાન પરનો ટેક્સ આખરે કરાયો નાબૂદ
બાળકીને બચાવવા પ્રયાસો :વધુમાં જણાવ્યું કે, ઓપરેશન બાદ જે પ્રકારે સારવાર કરવાની હતી. તે પ્રકારે બાળકીને સારવાર આપવામાં આવી હતી. બાળકીને બચાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. પરંતુ કમનસીબે રાત્રે દોઢ એક વાગ્યે બાળકીનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ પાછળનું કારણ એમ તો સેફટી સિનિયા અને મલ્ટી ઓર્ગન ડિસપેલ જણાઈ આવ્યું છે. તેમ છતાં MLC કેસ માટે બાળકીની બોડીને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી આપવામાં આવેલી છે, પરંતુ સારામાં સારી સારવાર આપવા છતાં બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. વધુમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં રોજના 40થી 50 ડોગ બાઈટના કેસ આવી રહ્યા છે. પરંતુ તે સામાન્ય બાઇટ ના હોય છે. તે ERV વેક્સિનેશનથી સારા થઈ જતા હોય છે.