ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Dog Bite Case: મંડપના બદલે વરરાજા હોસ્પિટલ પહોંચ્યા, શ્વાને બચકા ભરતા માંસપેશી બહાર

મહાનગર સુરતમાં શ્વાન ત્રાસ દિવસે દિવસે કાયમી સમસ્યામાં પરિવર્તિત થતો જાય છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે અમરોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગે વરરાજાને શ્વાને બચકા ભર્યા હતા. જેથી વરરાજા મંડપમાં જવાના બદલે પહેલા સારવાર હેતુ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પીઠીની વિધિ બાદ યુવક જેવો ઘરની બહાર નીકળ્યો કે તરત જ શ્વાન જંગલી પશુ શિકાર પર તુટી પડે એમ તૂટી પડ્યું હતું.

યુવકને પીઠી ચોળી અને કૂતરાએ બચકા ભરતા લગ્રનમાં જવા પહેલા નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો
યુવકને પીઠી ચોળી અને કૂતરાએ બચકા ભરતા લગ્રનમાં જવા પહેલા નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો

By

Published : May 16, 2023, 11:13 AM IST

મંડપના બદલે વરરાજા હોસ્પિટલ પહોંચ્યા, શ્વાને બચકા ભરતા માંસપેશી બહાર

સુરત:અમરોલી વિસ્તારમાં આવેલા અને કોસાડ આવાસમાં રહેતા એક પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હતો. સુફિયાન ઈસ્માઈલ પટેલ નામના યુવકને ક્યાં ખબર હતી કે, લગ્નની મીઠાઈ પહેલા ડોગ બાઈટ ઇન્જેક્શન ખાવા પડશે. પીઠીની વિધિ બાદ જ્યારે એ ઘરની બહાર ઊભો હતો ત્યારે શ્વાને પગમાં બચકા ભરી લીધા. અન્ય એક બનાવમાં પાંડેસરા વિસ્તારની આશાપુરી સોસાયટીમાં રહેતા યુવાનને શ્વાને એવા બચકા ભર્યા કે, આખી માંસપેશીઓ બહાર આવી ગઈ. હોસ્પિટલના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, દરરોજ 40 જેટલા ડોગ બાઈટના કેસ સામે આવે છે.

સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો:સુફિયાન ઈસ્માઈલ પટેલ કે તેમના લગ્નના દિવસે જ શ્વાને બચકા ભર્યા હતા તે અનુસાર તેમના જણાવ્યા અનુસાર ચાર કુતરાઓ એક સાથે તેમના પગના થાપા ની ભાગે બચકા ભર્યા હતા. જે બાદ તેમની માસપેશીઓ બહાર આવી ગઈ હતી. તેઓએ બુમાબુમ કરતા સ્થાનિકો આવી ગયા હતા. જે બાદ મને સારવાર અર્થે ઓટો રીક્ષામાં જ નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

"આજે મારા લગ્ન છે. હું સિવિલ હોસ્પિટલ ઇન્જેક્શન લેવા માટે આવ્યો છું. કારણ કે, મને પગના થાપામા કુતરાએ બચકું ભર્યું હતું. આજે મારા લગ્ન છે. પરંતુ કુતરાએ બચકા ભર્યા છે તો પછી ઇન્જેક્શન લેવું ખૂબ જ જરૂરી છે. મારા પછી પણ અન્ય ત્રણ લોકોને પણ કુતરાએ બચકા ભર્યા છે. ગઈકાલે મારી હલ્દી હતી. આજે મારા લગ્ન છે"--સુફિયાન ઈસ્માઈલ પટેલ

વેક્સિનેશન ક્લિનિક કાર્યરત: ડોક્ટર કેતન નાયકએ જણાવ્યા અનુસાર આપણી નવી સિવિલ હોસ્પિટલમાં એઆરવી વેક્સિનેશન ક્લિનિક કાર્યરત છે. તે ક્લિનિકના આંકડા જોતા રોજના 30 થી 40 એઆરવી વેક્સિનેશનના કેસ આવે છે. છેલ્લા એક વર્ષના આંકડા જોવા જઈએ તો 900 થી 1080 સુધીના આંકડાઓ સામે આવ્યા છે.તેમાં નવા કેસ જોવા જઈએ તો એમાં ડોગ બાઈટના કેસમાં વધારો થયો છે તેવું લાગતું નથી.

"ખાસ કરીને ડોગ વાઈટ કેસમાં એઆરવી વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે. જો ડોગ બાઈટ કરે કાંતો એવી શંકા કોઈ પેશન્ટને હોય તો તેઓ તાત્કાલિક નજીકના હેલ્થ સેન્ટર કાંતો સરકારી હોસ્પિટલોમાં વેક્સિનેશન લેવી ખૂબ જ જરૂરી છે. આ વેક્સિનેશન સરકાર તરફથી મફત આપવામાં આવે છે". ડોક્ટર કેતન નાયક (આર.એમ.ઓ)

ઇન્જેક્શન લેવું ખૂબ જ જરૂરી: ડોક્ટર કેતન નાયકએ વધારે માહિતી આપતા જણાવ્યું કે હવે તો ડોગ બાઈટ કેસમાં પાંચ ઇન્જેક્શન આપવામાં આવે છે. પરંતુ આ પહેલા 14 જેટલા ઇન્જેક્શન પેટમાં આપવામાં આવતા હતા. જે કોઈ વ્યક્તિને ડોગ બાઈટ હોય અને તે વ્યક્તિ જો એઆરવી વેક્સિનેશન ન લેય તો તેવા લોકોમાં 15 દિવસથી 90 દિવસમાં તેઓને હડકવા થઈ શકે તેવા કિસ્સાઓ સામે આવ્યા છે.આવા કેસમાં ખાસ કરીને એક વખત એક વાત થઈ ગયા બાદ તેનું આખી દુનિયામાં કોઈ ઈલાજ નથી. કે તેને બચાવી શકાય નહીં. એટલે આવા પ્રકારની બીમારી થાય તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. જો તમને ડોગ બાઈટ કરે તો ફરજિયાત પણે આ ઇન્જેક્શન લેવું ખૂબ જ જરૂરી છે.

Surat Crime News: સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના કુખ્યાત ગેંગસ્ટર જેમ્સ ઉર્ફે સેમ જેફરી અલ્મેડાની મુંબઇથી ધરપકડ કરી

Surat Dog Bite Cases : જાગો સરકાર, રોજના 15 થી 17 ડોગ બાઈટના કેસ, એક દિવસમાં 4 બાળકને શ્વાને બચકા ભર્યા

Surat Dog Bite Case: માસૂમ બાળકી પર 30થી વધુ ડોગ બાઈટના ઘા, સારવાર બાદ મૃત્યુ

ABOUT THE AUTHOR

...view details