ગુજરાત

gujarat

ETV Bharat / state

નકલી નોટોનું કૌભાંડ પકડવામાં સુરત પોલીસને મળી મોટી સફળતા, મુખ્ય સૂત્રધાર ઝડપાતા થયો મોટો પર્દાફાશ - kamrej police station

સુરત જિલ્લા પોલીસને (Surat District Police) નકલી નોટ પ્રકરણમાં મોટી સફળતા મળી છે. પોલીસે કરોડો રૂપિયાની નકલી નોટો પ્રિન્ટિંગ કરાવનારા મુખ્ય સૂત્રધારની ધરપકડ (fake currency notes accused) કરી હતી. સાથે જ પોલીસે આરોપીના 8 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા.

નકલી નોટોનું કૌભાંડ પકડવામાં સુરત પોલીસને મળી મોટી સફળતા, મુખ્ય સૂત્રધાર ઝડપાતા થયો મોટો પર્દાફાશ
નકલી નોટોનું કૌભાંડ પકડવામાં સુરત પોલીસને મળી મોટી સફળતા, મુખ્ય સૂત્રધાર ઝડપાતા થયો મોટો પર્દાફાશ

By

Published : Nov 4, 2022, 9:18 AM IST

સુરતશહેરમાં નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ કરવામાં પોલીસને મોટી સફળતા (scam of fake currency notes) મળી છે. પોલીસે આ કૌભાંડના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી તેના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે જોડાયા હોવાનું સામે આવતા પોલીસે (Surat District Police) તપાસ શરૂ કરી છે.

નકલી નોટ પ્રિન્ટ કરાવનારના કોલર સુધી પોલીસ પહોંચી

અન્ય રાજ્યોમાં મળ્યા તાર આ અંગે મળતી માહિતી અનુસાર, 29 સપ્ટેમ્બરના રોજ કામરેજના નવી પારડી ગામની સીમમાંથી કામરેજ પોલીસે (kamrej police station) ચોક્કસ બાતમીના આધારે એક એમ્બુલન્સ ઝડપી લીધી હતી. આ એમ્બુલન્સ પોલીસે (Surat District Police) ચેક કરતા તેમાંથી 25,00,00,000 રૂપિયાથી વધુની નકલી નોટો મળી આવી હતી. પોલીસે એમ્બુલન્સચાલકની અટકાયત કરી હતી અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. નકલી નોટ પ્રકરણના તાર અન્ય રાજ્યો સાથે જોડાયા હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી સૌરાષ્ટ્ર, દિલ્હી, મુંબઈ સહિતના રાજ્યોમાંથી આરોપીઓને ઝડપી (scam of fake currency notes) લીધા હતા.

નકલી નોટ પ્રિન્ટ કરાવનારના કોલર સુધી પોલીસ પહોંચીતટસ્થ તપાસ થાય તે માટે SITની રચના કરવામાં આવી હતી. આ ગુનામાં મૂળ સુધી પહોંચવા સુરત ગ્રામ્ય DySP બી.કે વનાર, PI બી.જી. ઈશરાની, બી. ડી. શાહ, આર. બી. ભટોળ સહિતના અધિકારીઓએ તપાસનો ધમધમાટ (scam of fake currency notes) શરૂ કર્યો હતો. એક પછી એક આરોપીઓને ઝડપી લીધા (scam of fake currency notes accused) હતા. ત્યારે હાલ પોલીસે (Surat District Police) કરોડો રૂપિયાની નકલી નોટ પ્રિન્ટ કરાવનાર મુખ્ય સૂત્રધાર દિલ્હીના ગુરમીત સિંહને ઝડપી લીધો છે અને કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાંથી એક વ્યક્તિ ચિટર ટોળકીનો ભોગ બન્યોસુરત ગ્રામ્ય DySP બી. કે. વનારે જણાવ્યું હતું કે, ઊંડાણપૂર્વક તપાસ (scam of fake currency notes) કરતા અલગ અલગ રાજ્યમાં 8 જેટલા લોકો આ ટોળકીનો ભોગ બન્યા છે અને ગુજરાતમાંથી પણ એક વ્યક્તિ ભોગ બન્યો છે. આની પાસેથી 1.60 કરોડની છેતરપિંડી કરી રૂપિયા પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details