ગુજરાત

gujarat

ETV Bharat / state

દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને સુરત જિલ્લા ખેડૂત સમાજનું સમર્થન

ત્રણ નવા કૃષિ કાયદાઓમાં કરવામાં આવેલા સુધારાને લઈને દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. અનેક વાંધાઓ સાથે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત જિલ્લા ખેડૂત સમાજ પણ આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં આવ્યું છે. શનિવારના રોજ ખેડૂત સમાજ દ્વારા પલસાણા તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપી આ કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને સુરત જિલ્લા ખેડૂત સમાજનું સમર્થન
દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને સુરત જિલ્લા ખેડૂત સમાજનું સમર્થન

By

Published : Dec 4, 2020, 3:09 PM IST

  • સુરત જિલ્લા ખેડૂત સમાજે પલસાણા મામલતદારને આપ્યું આવેદન
  • આ કાયદાથી ખેડૂતોને થશે અન્યાય
  • ખેડૂતોએ એકસૂર થઈ લડત લડવાનું નક્કી કર્યું

બારડોલી: સુરત જિલ્લા ખેડૂત સમાજે ગુરુવારના રોજ કૃષિ કાયદો 2020ના વિરોધમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પલસાણા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ સાથે જ ખેડૂતોએ એકસૂરે લડત આપવાનું નક્કી કર્યું હતું.

રાષ્ટ્રપતિને ઉદ્દેશી આપ્યું આવેદનપત્ર

સુરત જિલ્લા ખેડૂત સમાજે કૃષિ કાયદો 2020ના વિરોધમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પલસાણા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ કાયદાને લીધે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેથી તમામ ખેડૂતોએ એકસૂરે લડત આપવાનું નક્કી કર્યું હતું.

આ કાયદાથી સંગ્રહખોરીને છૂટોદોર

આ અંગે સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ(એના)એ જણાવ્યું હતું કે, સરકારે આ કાયદો પાછો ખેંચવો જ પડશે. નહીંતર ભવિષ્યમાં ખેડૂતો સાથે ગંભીર અન્યાય થશે અને એને કોઈ રોકી નહીં શકે. કારણ કે, નવા સુધારાયેલા આ કાયદામાં MSPનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેથી આ સુધારામાં સંગ્રહખોરીને છૂટોદોર આપી દેવામાં આવ્યો છે.

નવા કાયદો પૂંજીપતિઓ માટે

આ કાયદો પૂંજીપતિઓને ફાયદો કરાવનારો હોય એ પ્રમાણે કોન્ટ્રાકટ ફાર્મિંગમાં ન્યાયની તમામ સત્તા કલેક્ટર સ્તરે ફાળવી દેવામાં આવી છે અને હાઈકોર્ટ-સુપ્રીમકોર્ટ જેવી ન્યાય પ્રક્રિયાને આમાંથી બાકાત રાખી ખેડૂતોને ન્યાયથી વંચિત રાખવામાં આવ્યા છે. જેથી આ કાયદાના વિરોધમાં જે ખેડૂતો દિલ્લીમાં આંદોલન કરી રહ્યા છે, તે તમામ ખેડૂતોને સુરત જિલ્લા ખેડૂત સમાજે સમર્થન જાહેર કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details