ગુજરાત

gujarat

ETV Bharat / state

"મહા"વાવાઝોડાની આગાહીને લઇ સુરત જિલ્લા કલેક્ટરે યોજી બેઠક - સુરત મહાનગરપાલિકાના અધિકારી

સુરત: "મહા"વાવાઝોડાની આગાહીના પગલે સુરત જિલ્લા કલેક્ટરે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આપત્તિ સમયે સુરક્ષાના પગલાં અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

સુરત જિલ્લા કલેક્ટરે બેઠક યોજી

By

Published : Nov 5, 2019, 9:26 AM IST

રાજ્ય સહિત સુરત અને દક્ષિણ ગુજરાત માં " મહા " વાવાઝોડાની આગાહી છે ત્યારે, સુરત જિલ્લા કલેક્ટરે બેઠક યોજી હતી. આ બેઠકમાં સાવચેતી અને તકેદારીના પગલાં ભરવા પર ભાર આપવામા આવ્યો હતો. એટલુ જ નહીં આપત્તિ સમયે પણ સલામતી અને સુરક્ષાના પગલાં ભરવા અંગેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. બેઠક બાદ સુરત જિલ્લા કલેકટરે પ્રેસ બ્રિફિંગ પણ કરી હતી.

સુરત મહાનગર પાલિકા દ્વારા "મહા" વાવાઝોડા ની આગાહી ના પગલે સુરત મહાનગરપાલિકા ની સાવચેતી અને તકેદારી ના ભાગરૂપે કામગીરી પણ કરવામાં આવી હતી. શહેરના કુલ આઠ ઝોનમાંથી હોર્ડિંગસ કાઢવામાં આવ્યા છે. ઇમારતો અને જાહેર સ્થળો પર લાગેલા વિશાલ હોર્ડિંગ્સ સાવચેતીના ભાગરૂપે કાઢવામાં આવ્યા હતા.

"મહા"વાવાઝોડાની આગાહીને લઇ સુરત જિલ્લા કલેક્ટરે બેઠક યોજી

શહેરના સેન્ટ્રલ ઝોનમાંથી 3,કતારગામમાંથી 6,વરાછા ઝોન એ માંથી 2,વરાછા ઝોન બી માંથી 10,લીંબાયત ઝોનમાંથી 13 ,ઉધના ઝોનમાંથી 16 ,અઠવા ઝોનમાંથી 6 અને રાંદેર ઝોનમાંથી 3 મળી કુલ 58 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. ભારે પવન સાથે "મહા" વાવાઝોડાની આગાહીના પગલે કોઈ અનિચ્છીય ઘટના ના બને તેને લઈ હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટરે મહા વાવાઝોડાની આગાહીને લઇ જણાવ્યું છે કે, ઇફેક્ટ પુરી ન થાય ત્યાં સુધી માછીમારી બંધ રાખવા આદેશ આપવામા આવ્યા છે. મહા વાવાઝોડું લેન્ડફોલ થાય ત્યારે તમામે ઘરમાં રહેવા પણ સૂચના આપી છે. દરિયા કિનારેના ગામોમાં શિફ્ટટિંગની જરૂર પડે તો વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. કાલ સવાર સુધીમાં NDRFf અને SDRFની ટિમ આવશે એટલે ડિપ્લોય કરવામાં આવશે. આગાહીને જોતા મનપાની ટિમ પણ તૈયાર રાખવામાં આવી છે. હાલના સનજોગોમાં કોઈ ચિંતાનું કારણ નથી. છતાં તમામ તૈયારીઓ કરી રાખવામાં આવી છે. રોડ ક્લિયરન્સ માટે પણ તૈયારી રાખવમાં આવી છે.

લેન્ડફોલ સમયે સુરતમાં અંદાજે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શકયતા છે. સુરતની 12 બોટ દરિયામાં હતી તે તમામ પાછી આવી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details