સુરત: જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભરત રાઠોડએ પણ આજે જિલ્લા ભાજપ સંગઠનમાં ફેરફાર કર્યો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની સાથે ચર્ચા કર્યા બાદ ફેરફાર કરવામાં આવ્યા છે. ત્રણેય મહામંત્રીને પડતા મુકાયા છે. તેમની જગ્યાએ નવા ચહેરાઓને સ્થાન આપી ભાજપે નવો દાવ ખેલ્યો છે. સુરત જિલ્લા ભાજપમાં વકરી રહેલા જૂથવાદની અસર સંગઠનમાં પણ જોવા મળી રહી છે. સંદીપ દેસાઈએ તેમના માણસોને ગોઠવવામાં પ્રયાસો કર્યા હતા. જેમાં તેમને સફળતા મળી છે. નવા સંગઠન પર માજી પ્રમુખ સંદીપ દેસાઈનું વર્ચસ્વ જળવાઈ રહે તેવી ગોઠવણ થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
"મને સુરત જિલ્લા પ્રમુખ પદ સોંપવામાં આવ્યું એને ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો છે. જે પણ નવા સંગઠન પ્રમુખ આવે એટલે તેમની ટીમમાં પણ બદલાવ થતા હોય છે. દરેક વિસ્તારને ધ્યાનમાં રાખીને હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે."-- ભરતભાઈ રાઠોડ (સુરત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ)
ઉપ પ્રમુખ:
- કેતનભાઇ ચિમન ભાઈ પટેલ
- તુષારભાઈ જગદીશચંદ્ર પટેલ
- અજીતભાઈ બલવંતસિંહ સૂરમાં
- અશોકભાઈ બાલુભાઈ રાઠોડ
- વિકાસભાઈ વિનોદભાઈ પટેલ
- પૂર્વી બેન ભરતભાઇ પટેલ
- રેમાબેન વસાભાઈ ચૌધરી