સુરતમાં નવરાત્રીમાં આરોગ્ય વિભાગ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયુ - navratri in suart
સુરતઃ નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે બારડોલીમાં લોટસ ગ્રુપ દ્વારા ગરબા મેદાનમાં અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઈન ફલૂથી બચવા ઉપાય ભાગ રૂપે ઉકાળાનું વિતરણ કરાયું હતું.
માં આદ્યશક્તિના નવલા નોરતા ચાલી રહ્યા છે, ત્યારે બારડોલી પંથકના ગરબા આયોજનમાં વિવિધ જાગૃતિ રૂપ આયોજનો કરાઈ રહ્યા છે. સ્વરાજ આશ્રમ મેદાન ખાતે લોટસ ગ્રુપના ગરબામાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું હતું. સ્વાઈન ફલૂ રોગ ફેલાવો ન થાય તે માટે ગરબા મેદાનમાં ઉકાળા માટે સ્ટોલ મુકવામાં આવ્યા હતાં. સ્વાઈન ફલૂ રોગની એક માસમાં દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર બનાવો સામે આવ્યા છે, ત્યારે આવા સમયે જાગૃતિ જરૂરી હોય છે અને જેના ભાગ રૂપે સુરત જિલ્લા પંચાયત પણ સતર્ક બન્યું છે.