ગુજરાત

gujarat

ETV Bharat / state

કેળાના પાકમાં આ રોગથી ખેડૂતો ચિંતિત - surat banan crops

સુરત: જિલ્લાના કામરેજ તાલુકામાં કેળનો પાક બહોળા પ્રમાણમાં થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી કામરેજ તાલુકાના ગામોમાં કેળના પાકમાં સુકારાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. આ રોગ દુનિયાના ઘણા દેશોમાં જોવા મળી રહ્યો છે. આ રોગથી કેળના પાકને ઘણું નુકસાન થાય છે. જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

etv bharat surat

By

Published : Oct 1, 2019, 4:25 PM IST

કામરેજ તાલુકાના ખેડૂતો મોટે ભાગે શેરડી અને કેળાનો પાક લેતા હોય છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી કામરેજ તાલુકામાં કેળના પાકમાં પાનમાં વિલ્સ નામનો રોગ વધુ વકર્યો છે. જેના કારણે કેળના પાકને 50 ટકાથી વધારે નુકસાન થયું છે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. કેળના પાકમાં થતો પનામાં વિલ્સ નામનો રોગ દુનિયાના ઘણા દેશોમાં જોવા મળે છે અને ભારતમાં છેલ્લા થોડા વર્ષોથી આ રોગ વકર્યો છે. ખાસ કરીને કામરેજ તાલુકાના ગામોમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે.

કેળાના પાકમાં રોગ

શું છે પાનમાં થતો વિલ્સ?, તેના લક્ષણો અને નુકસાનઃ

પનામાં વિલ્સ રોગની તીવ્રતા એટલી બધી વકરી છે કે, કેળનો પાક કરવાથી ખેડૂતો ગભરાઇ રહ્યા છે. કારણ કે, ખેડૂતોએ જમીનમાં કેળના પાક માટે રોપણ કરવાનો ખર્ચો પણ ઉપજતો નથી અને ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. તેવા સમયે સરકાર આગળ આવે અને આ રોગ માટેનો કોઈ ઉપાય લાવે તેવી આશા લઈને બેઠા છે. કામરેજ તાલુકામાં થતા કેળાને અન્ય દેશોમાં વેચાણ માટે મોકલવામાં આવે છે, ત્યારે એક્સપોર્ટ કંપનીમાં પણ કેળનું પ્રમાણ ઘટ્યું છે. થોડા વર્ષો પહેલા 1 એકર દીઠ 20 થી 22 ટન કેળાનો પાક થતો હતો. જે ઘટીને 15 ટન પર પહોંચ્યો છે. એટલે કે, એક્સપોર્ટમાં પણ આ રોગના કારણે ઘટાડો જોવા મળ્યો છે.

આ રોગને અટકાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરતના વૈજ્ઞાનિક ડો.એસ.કે.ચાવડા, નવસારી કૃષિ યુનિવર્સીટીના રોગશાસ્ત્ર વિભાગના પ્રધ્યાપક ડો.કે.બી.પરોલીયા તેમજ અન્ય કૃષિ તજજ્ઞોએ રોગગ્રસ્ત ખેતરની મુલાકાત લઈ રોગને નાથવા માટે સેમ્પલ લીધા છે. આ સેમ્પલનું પરીક્ષણ કરતા ફ્યુસેરીયમ નામના ફૂગથી સુકારો હોવાનું માલુમ પડ્યું છે. હાલ તો કૃષિ તજજ્ઞો દ્વારા પાનમાં વિલ્સ રોગ ફ્યુસેરિયમ નામની ફૂગથી ફેલાય છે. તેની સામે રક્ષણ મેળવવા માટે એક પ્રકારનું ફૂગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેનો છંટકાવ ખેતરમાં કરવાથી ફ્યુસેરિયમ ફૂગનો નાશ થશે. પરંતુ કૃષિ તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલા ફૂગના ઉપયોગ બાદ જ ખબર પડશે કે, આ રોગ સામે રક્ષણ આપવામાં કેટલું ફાયદા કારક નીવડશે.

ABOUT THE AUTHOR

...view details