ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના ડિંડોલો વિસ્તારમાં અલગ અલગ વેશભૂષા પહેરી શેરી ગરબાનું આયોજન - Surat Latest News

સુરત: નવલી નવરાત્રીના પાંચમા દિવસે પણ અલગ-અલગ વિસ્તારોમાં શેરી ગરબાની ભારે રમઝટ જોવા મળી રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં છેલ્લા બાર વર્ષથી સોસાયટીવાસીઓ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવે  છે. ચાલુ વર્ષે પણ સોસાયટીઓમાં લોકોએ શેરી ગરબાના તાલે ઝૂમી આદ્યશક્તિ માં અંબે ની આરાધના કરી હતી.જેમાં. નાના ભુલકાઓથી માંડી નવયુવાઓ અને યુવતીઓ સહિત મહિલાઓ અને પુરૂષોએ મોટી સંખ્યામાં  શેરી ગરબાની ભારે રમઝટ માણી હતી. શેરી ગરબામાં યુવતીઓ, મહિલાઓ સહિત નાના ભુલકાઓ અલગ અલગ વેશભૂષા માં જોવા મળ્યા હતા.

સુરતના ડિંડોલો વિસ્તારમાં અલગ અલગ વેશભૂષા પહેરી શેરી ગરબાનું આયોજન

By

Published : Oct 4, 2019, 7:59 PM IST

ડીંડોલીના અંબિકા પાર્ક સોસાયટી વિભાગ બેમાં રહેતા લોકો દ્વારા છેલ્લા બાર વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે. આશરે પાંચસો જેટલા મકાનો સોસાયટીમાં આવેલ છે અને તમામ લોકો સૌ સાથે મળી શેરી ગરબાનું આયોજન કરે છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અહીં શેરી ગરબાની ભારે રમઝટ જોવા મળી હતી. જેમાં યુવાઓ ,યુવતીઓ, મહિલાઓ અને પુરૂષો સહિત નાના ભુલાકાઓ ગરબે ઝૂમતા જોવા મળ્યા હતા. નોરતાના પાંચમા દિવસે યુવતીઓએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી ગરબા રમવાની સાથે આદ્યશકતી માં અંબેની આરાધના કરી હતી.જ્યારે મહિલાઓ અને નાના ભૂલકાઓ પણ અલગ અલગ વેશભૂષામાં જોવા મળ્યા હતા. સોસાયટીના લોકોનુ કહેવું છે કે આજે ડેમ અથવા કોમર્શિયલ આયોજનો કરતા શેરી ગરબાનું ઘણું મહત્વ રહ્યું છે.

સુરતના ડિંડોલો વિસ્તારમાં અલગ અલગ વેશભૂષા પહેરી શેરી ગરબાનું આયોજન

શેરી ગરબાનો આનંદ જ કંઈક અલગ છે. અહીં છેલ્લા બાર વર્ષથી શેરી ગરબાનું સોસાયટીના સૌ કોઈ લોકો ભેગા મળી આયોજન કરે છે. સાથે માતાજીની આરાધનાની સાથે ગરબાની ઓન રમઝટ માનવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details