ગુજરાત

gujarat

ETV Bharat / state

પેન્ટાગોનથી પણ વિશાળ એવા સુરત ડાયમંડ બુર્સના મુલાકાતીઓને કેમ થઈ રહી છે માથાના દુખાવા અને બેચેની જેવી તકલીફો ??? કારણ જાણો - નવી ડમ્પિંગ સાઈટ

અમેરિકાના ડિફેન્સ સેન્ટર પેન્ટાગોન કરતા પણ વિશાળ છે સુરત ડાયમંડ બુર્સ પરિસર. અહીં આવતા મુલાકાતીઓ માથાના દુખાવા અને બેચેની જેવી તકલીફોની ફરિયાદો કરી રહ્યા છે. શા માટે સુરત ડાયમંડ બુર્સના વેપારીઓ, મુલાકાતીઓ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, વાંચો વિગતવાર. Surat Dimond Burse Surat Muni. Corpo. Dumping Site

સુરત ડાયમંડ બુર્સના મુલાકાતીઓને કેમ થઈ રહી છે માથાના દુખાવા અને બેચેની જેવી તકલીફો ?
સુરત ડાયમંડ બુર્સના મુલાકાતીઓને કેમ થઈ રહી છે માથાના દુખાવા અને બેચેની જેવી તકલીફો ?

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 6:46 PM IST

સરકાર અને મનપા બંને આ સમસ્યાને દૂર કરવા હકારાત્મક અભિગમ ધરાવે છે

સુરતઃ શહેરનું અતિ પ્રસિદ્ધ ડાયમંડ બુર્સ પરિસર વિશાળતામાં પેન્ટાગોનને પણ પાછળ રાખી દે છે. 17મી ડિસેમ્બરના રોજ ખુદ વડા પ્રધાન મોદી આ પરિસરનું ઉદ્દઘાટન કરવા જઈ રહ્યા છે. જો કે સુરત ડાયમંડ બુર્સના મુલાકાતીઓ, વેપારીઓ માથાના દુખાવા અને બેચેની જેવી તકલીફોની ફરિયાદ કરી રહ્યા છે. જેનું મુખ્ય કારણ છે સુરત મનપાની ડમ્પિંગ સાઈટ. બુર્સ પરિસરની નજીક જ સુરત શહેરનો કચરો ઠલવાતો હોવાથી સમગ્ર પરિસર દુર્ગંધના પ્રભાવ હેઠળ છે. જેના લીધે બુર્સના મુલાકાતીઓ અને વેપારીઓને માથાના દુખાવા અને બેચેનીની તકલીફો થઈ રહી છે.

2,300 મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગઃ સુરત ડાયમંડ બુર્સ પાસે આવેલ મનપાની કચરાની ડમ્પિંગ સાઈટમાં રોજ 2,300 મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ થાય છે. આ સાઈટ પર સમગ્ર શહેરમાંથી કચરો ઠલવાય છે. આ કચરાના પ્રોસેસિંગને લીધે સુરત ડાયમંડ બુર્સથી ઘેરાઈ જાય છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ આ પરિસરની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે આ બાબતે ટીકા કરી હતી. બુર્સના ટ્રસ્ટીઓ દ્વારા સુરત મનપામાં આ સમસ્યા નિવારણ માટે રજૂઆત કરી દેવામાં આવી છે.

જ્યારથી કન્સ્ટ્રકશન શરુ થયું ત્યારથી આશરે 2000 મીટર દૂર આવેલ ડમ્પિંગ સાઈટ પરથી પવન આ દિશામાં હોય ત્યારે દુર્ગંધ આ પરિસરમાં આવે છે. જેના લીધે મુલાકાતીઓ અને વેપારીઓને માથાના દુખાવા અને બેચેનીની તકલીફો થાય છે. આ સમગ્ર મામલે સરકાર અને સ્થાનિક તંત્રને રજૂઆત કરી દેવાઈ છે. સરકાર અને મનપા બંને આ સમસ્યાને દૂર કરવા હકારાત્મક અભિગમ ધરાવે છે. નવી ડમ્પિંગ સાઈટને મંજૂરી મળતા જ આ સમસ્યા દૂર થશે. આ દરમિયાન આ સાઈટમાંથી બનતા ખાતરનો ઉપયોગ ગોલ્ફ કોર્સમાં તેમજ પ્લાન્ટિંગ માટે કરવામાં આવશે ...દિનેશ નાવડિયા(ટ્રસ્ટી, સુરત ડાયમંડ બુર્સ)

આ સમસ્યાના નિવારણ માટે અમે ઝડપી પ્રક્રિયા હાથ ધરી છે. ઉમ્બર ગામમાં નવી ડમ્પિંગ સાઈટ શરુ કરવાની લગભગ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે. અમને કેન્દ્ર તરફથી આ બાબતે પર્યાવરણીય મંજૂરી મળી જાય તો અમે માત્ર 10 મહિનામાં જ નવી ડમ્પિંગ સાઈટ શરુ કરી દઈશું. આ નવી ઉમ્બર ડમ્પિંગ સાઈટ ભારતની શ્રેષ્ઠ અને સૌથી આધુનિક સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ સાઈટ હશે...શાલિની અગ્રવાલ(કમિશ્નર, સુરત મહા નગર પાલિકા)

  1. Surat Diamond Bourse: હીરા ઉદ્યોગપતિઓ PM મોદીને મળ્યા, જાણો 'સુરત ડાયમંડ બુર્સ'નું ક્યારે થશે ઉદ્ઘાટન ?
  2. Surat Diamond Bourse: આ ડ્રિમ પ્રોજેક્ટનું સો ટકા કામ પૂર્ણ, જાણો ક્યારે થશે ઉદ્ઘાટન

ABOUT THE AUTHOR

...view details