ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Jain Diksha: ડાયમંડ નગરીમાં કરોડપતિ પિતાનો વૈભવ છોડી દીકરાએ દીક્ષા લીધી - પ્રેમ ભુવનભાનુ અભ્યપથ વાટિકા દીક્ષા ગ્રહણ

ડાયમંડ નગરી હવે દીક્ષા નગરી બનવી હોય તેવુ લાગી રહ્યું છે. ફરી એકવાર શહેરના કરોડપતિના 16 વર્ષનો દીકરાએ મોહમાયા ત્યાગી છે. ધોરણ 9 સુધી અભ્યાસ કરીને પિતાની કરોડોની સંપતિ અને વૈભવ છોડીને દીક્ષા ગ્રહણ કરી છે.

Surat Diksha: ડાયમંડ નગરી દીક્ષા નગરી તરફ, ફરી એક બાળકે કરોડપતિ પિતાનો વૈભવ છોડ્યો
Surat Diksha: ડાયમંડ નગરી દીક્ષા નગરી તરફ, ફરી એક બાળકે કરોડપતિ પિતાનો વૈભવ છોડ્યો

By

Published : Feb 16, 2023, 11:23 AM IST

Updated : Feb 16, 2023, 5:44 PM IST

ડાન્સિંગ અને સિંગિંગના શોખીન હીરા ઉદ્યોગપતિના 16 વર્ષીય પુત્ર સંયમના માર્ગે

સુરત :ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કરોડપતિ ઉદ્યોગપતિનો 16 વર્ષનો મોટો દિકરો આર્યને દીક્ષા લીધી છે. ધોરણ 9 સુધી ભણેલા આર્યને સાંસારિક દુનિયાની મોહ માયામાંથી મુક્તિ જોઈતી હતી. જેને લઈને આર્યને સંયમનો માર્ગ અપનાવ્યો છે. મહા વદ એકાદશીએ એટલે કે ગુરુવારે સુરતના પાલ ખાતે શ્રી પ્રેમ ભુવનભાનુ અભ્યપથ વાટિકા ખાતે તે વૈરાગ્યવારિધિ કુલચંદ્રસૂરીશ્વર મહારાજાની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી હતી.

ઉદ્યોગપતિનો દીકરો

કરોડોનો વૈભવ છોડીને સંયમના માર્ગે : સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગપતિ પિતા સુનિલભાઈના પુત્ર પિતાની કરોડો રૂપિયાની સંપત્તિ અને વૈભવી જીવનની લાલસા છોડી દીક્ષા લીધી છે. માતા કિંજલબેન વડેચાનો લાડકો અને સૌથી મોટો દીકરો આર્ય ગુરુવારે સવારે મોહ છોડ્યો છે. આર્યને ડાન્સિંગ અને સિંગિંગનો શોખ હતો, પરંતુ સાંસારિક જીવનની મોહ માયાને ત્યજીને તે હવે દીક્ષા લીધી છે. તેણે ધોરણ 9ની પરીક્ષા આપ્યા બાદ કોરોનાકાળ આવી જતા ગુરુકુળમાં વાસ કર્યો હતો. ત્યારબાદ તેણે ભણતર છોડી દીધું હતું. આજે પાલ શ્રી પ્રેમ-ભુવનભાનુ અભ્યપથ વાટિકા ખાતે કુલચંદ્રસૂરીશ્વર મહારાજા પાસે સવારે દીક્ષા લીધી હતી. આર્યને એક નાનો ભાઈ અને નાની બહેન છે. આ ઉપરાંત તારીખ 15, ફેબ્રુઆરીએ આર્યના ભવ્ય વરઘોડામાં હાથી બન્યા હતા આકર્ષણનું કેન્દ્ર.

Surat Jain Diksha: ડાયમંડ નગરીમાં કરોડપતિ પિતાનો વૈભવ છોડી દીકરાએ દીક્ષા લીધી

આ પણ વાંચો :Varshi Daan: ભુજમાં મહેતા પરિવારના સભ્યોએ વૈભવી જીવનનો ત્યાગ કરી લીધી દીક્ષા, સંપત્તિનું કર્યું વર્ષીદાન

2500 કિલોમીટરનો વિહાર :પિતા સુનિલભાઈએ જણાવ્યું હતું કે, આર્ય નાનો હતો ત્યાંથી જ તેને સિંગિંગ અને ડાન્સિંગનો ગજબનો શોખ હતો. તેને માટે તે તેના ક્લાસમાં પણ જતો હતો. જોકે છેલ્લા બે વર્ષથી છે ગુરુ અભયશેખર સૂરીશ્વરજી મહારાજ સાથે હતો. તે નવસ્મરણ જીવવિચાર, નવતત્વ, ચાર કર્મગ્રંથ, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક, વૈરાગ્ય સ્ત્રોત, શાંતસુધારસ જેવા જૈન સમાજના પુસ્તકોનો જાણકાર છે. તેણે વર્ધમાન તપની ઓળીનો પાયો કર્યો છે. દૈનિક એકાસણા કર્યા છે અને અંદાજિત 2500 કિલોમીટરનો વિહાર તે કરી ચૂક્યો છે. તેના દીક્ષા લેવાનો પંથ સાચો છે. તેનો પંથ સદા ઉજમાળ બને તેવા આશીર્વાદ તેની સાથે છે.

Surat Jain Diksha: ડાયમંડ નગરીમાં કરોડપતિ પિતાનો વૈભવ છોડી દીકરાએ દીક્ષા લીધી

આ પણ વાંચો :Jain Diksha in Kutchh: કચ્છમાં એક જ પરિવારના તમામ સભ્યો દીક્ષા ગ્રહણ કરશે

સુરત દીક્ષા નગરી છે :ઉલ્લેખનીય છે કે, હીરાના નગરી સુરત હવે દીક્ષા નગરી તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી રહી છે. હાલમાં જ માત્ર આઠ વર્ષની બાળકી એ દીક્ષા લીધી હતી. કરોડપતિ પરિવારથી આવેલા બાળકો પોતાના પરિવારની કરોડો રૂપિયાની સંપત્તિનો ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવી રહ્યા છે. પિતા કરોડપતિ હોવા છતાં તમામ સુખ વૈભવ ત્યજીને આર્ય હવે સંયમના માર્ગ પર ચાલશે.

Last Updated : Feb 16, 2023, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details