સુરત:ઇન્ટરનેશનલ માર્કેટમાં ડાયમંડ જ્વેલરીનું સારી ડિમાન્ડ નીકળતારફ ડાયમંડના ભાવમાં (Surat Diamond Market)વધારો જોવા મળી રહ્યો છે. જેમ્સ અને જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વેસ્ટર્ન (International Diamond Jewelry Market)ઝોન ચેરમેને જણાવ્યું છે કે રફ ડાયમંડના ભાવના વધારો પાછળ કેટલાક લોકો દ્વારા રફ ડાયમંડની ગેમ્બલિંગ(Gambling of rough diamonds) કરવામાં આવતું હોવાનું કારણભૂત છે.
લોકોએ રફ ડાયમંડનું ગેમ્બલિંગ કર્યું -GJEPCના વેસ્ટર્ન ઝોનના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, કોવિડ 19ની પરિસ્થિતિ પછી જેમ્સ એન્ડ જ્વેલરી સેકટરની અંદર ખૂબ જ એક્સપોર્ટમાં વધારો જોવા (Gambling of rough diamonds)મળ્યો. ડાયમંડ મેન્યુફેક્ચરીંગ કંપની, ગેલેરી મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રી હોય લોકોને ખૂબ જ સારા ઓર્ડર વિશ્વના બજાર(Surat International Diamond Market) માંથી મળી રહ્યા હતા. છેલ્લા આઠ-નવ મહિનાથી કન્ટિન્યુટી માર્કેટ ચાલી રહ્યું હતું પરંતુ છેલ્લા ત્રણ મહિનાની અંદર કેટલાક લોકોએ રફ ડાયમંડનું ગેમ્બલિંગ કર્યું હતું. જેના કારણે જે વસ્તુની વેલ્યુ નહોતી તેમાં ખૂબ જ ઉછાળો જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃSurat Rough Diamond's Import: મુંબઈની સરખામણીમાં સુરતમાં રફ હીરાની આયાત ચાર ગણી વધી, ડાયમંડ સિટીનો રેકોર્ડ
માર્કેટનું બેનિફિટ્ લઈને તેને ડિસ્ટર્બ કર્યા લાગશે -તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ તીવ્ર ઉછાળાના કારણે એમ.એસ.એમ.ઈ સેક્ટરના લોકોને આર્થિક રીતે ભોગવવાની સ્થિતિ પણ આવી હતી. જે રો મટીરીયલની પ્રાઈઝ 40 ડોલરને 120 ડોલર સુધી લઈ જઈ ફુગાવો લઈ ગયા હતા જેના કારણે મંદીનો માહોલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળ્યો હતો. પરંતુ હવે આ ફુગાવો ફુટી ગયો છે. આજની તારીખમાં રફ 120 ડોલરમાં હતી તે 40 ડોલર પર એટલે ઓરીજીનલ વેલ્યુ ઉપર મળી રહ્યો છે. મારુ ચોક્કસ માનવું છે કે આવી પ્રવૃતિઓને વેગ નહીં આપવું જોઈએ અમને બધાને ખબર હોય કે કોઈ વસ્તુની કિંમતમાં વધારો થઈ રહ્યો હોય તો ચોક્કસ તેમાં કોઈ ગેમ હશે. આવી વસ્તુ અને જ્યારે અમે સપોર્ટ કરતા હોઈએ ક્યારે ઇન્ડસ્ટ્રીયલ મોટું નુકસાન હોવાની સ્થિતિ આવતી હોય છે પરંતુ એવી પરિસ્થિતિની અંદર ભલે દસ કે પંદર દિવસ કારખાનું બંધ રાખવું જોઈએ રો મટીરીયલના ભાવ વધારા સામે એક થઈને એનો સામનો જો નહીં કરીએ તો આવા લેભાગુ તત્વો ગમે ત્યારે આવી માર્કેટનું બેનિફિટ્ લઈને તેને ડિસ્ટર્બ કર્યા લાગશે.
આ પણ વાંચોઃSurat Diamond Bourse E Auction : ડાયમંડ બુર્સની 94 ઓફિસનું ઈ ઓક્શન યોજાયું, સ્ક્વેર ફૂટ દીઠ કેટલો ભાવ ઉપજ્યો જાણો