હીરા ઉદ્યોગનું ઉત્પાદન છેલ્લા કેટલાક મહિનાઓમાં સતત ઘટ્યું છે. તેમાં પણ લાખો લોકોને રોજગારી આપતા ઉદ્યોગોમાં તેની અસર જોવા મળી રહી છે. નાના કારખાના ધીમે ધીમે પોતાનું કામ બંધ થઇ રહ્યું છે. તેના કારણે 15 હજારથી વધુ રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે. મોટી કંપનીઓ મધ્યમ અને નાની હરોળની ડાયમંડ કંપનીઓને જોબવર્ક આપતી હતી. જેના પ્રમાણમાં 40 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. એક્સપોર્ટ પણ 40 ટકા ઘટ્યું છે. ત્યારે એક્સપોર્ટ માત્ર પાંચ દેશો પુરતો સમિતિ રહી ગયો છે.
સુરતના હીરા ઉદ્યોગમાં 2008 જેટલી મંદીની અસર 2019માં એટલા માટે જોવા મળી હતી, કારણ કે, ડાયમંડ ઉત્પાદક કંપનીઓ ડાયમંડ અને ગોલ્ડ જવેલરીની બ્રાન્ડ તરફ વળતા મંદીની અસર મોટી કંપનીઓમાં ખૂબ ઓછી જોવા મળી છે. ભારતનો જેમ એન્ડ જવેલરીનો 90 ટકા એમ્પોર્ટ 5 દેશો પુરતો મર્યાદિત થઈ ગયો છે. એક તરફ જ્યાં ૪૦ ટકા વર્કરો પાસે કામ નથી. નાના-નાના ડાયમંડ વેપારીઓના કારખાના બંધ છે. ત્યારે ઉદ્યોગના ઉત્પાદનમાં 40થી 45 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે.