ગુજરાત

gujarat

ETV Bharat / state

મેટ્રો રેલ પ્રોજેકટ માટે 406 કરોડ આપતા સુરત ડાયમન્ડના ઉદ્યોગકારો ખુશ, જાણો કેમ

રાજ્ય સરકાર દ્વારા આજ રોજ રજૂ કરાયેલા બજેટમાં સુરતના અતિમહત્વકાંક્ષી ગણાતા મેટ્રો રેલ પ્રોજેકટ માટે 406 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેને લઈ ઉદ્યોગકારોમાં ખુશીની લાગણી જોવા મળી છે. સુરતમાં ડાયમન્ડ બુર્સ તૈયાર થઈ રહ્યું છે જેના કારણે આ લાભ ઉપયોગી થશે તેવું ઉદ્યોગકારો માની રહ્યા છે.

મેટ્રો રેલ પ્રોજેકટ માટે 406 કરોડ આપતા સુરત ડાયમન્ડના ઉદ્યોગકારો ખુશ, જાણો કેમ
મેટ્રો રેલ પ્રોજેકટ માટે 406 કરોડ આપતા સુરત ડાયમન્ડના ઉદ્યોગકારો ખુશ, જાણો કેમ

By

Published : Feb 26, 2020, 7:32 PM IST

સુરત : ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલ દ્વારા આજ રોજ રાજ્યનું બજેટ સત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી, તો કેટલીક જાહેરાતો ન થતા ક્યાંક નિરાશા પણ લોકોમાં જોવા મળી હતી.

મેટ્રો રેલ પ્રોજેકટ માટે 406 કરોડ આપતા સુરત ડાયમન્ડના ઉદ્યોગકારો ખુશ, જાણો કેમ

આ તકે આજે રજુ કરાયેલા બજેટમાં રાજ્ય સરકાર દ્વારા સુરતના મેટ્રો પ્રોજેકટ માટે અલગથી 406 કરોડની જાહેરાત કરવામાં આવી છે. જે જાહેરાતને લઈ ચેમ્બરના ઉપપ્રમુખ અને જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે, એક તરફ દુનિયાનું સૌથી મોટું સુરતનું ડાયમંડ હીરા બુર્સ તૈયાર થઈ રહ્યું છે. તો બીજી તરફ મેટ્રો રેલ પ્રોજેકટનું કામ શરૂ થવાનું છે. જેના કારણે વેપાર ઉદ્યોગના લોકોને મોટી રાહત મળી રહેશે.

ABOUT THE AUTHOR

...view details