સુરતઃ કેરાલા, તેલંગાણા સહિત અન્ય રાજ્યોમાં સુરતની 27 જેટલી હીરા પેઢીઓ સામે સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઇમની ફરિયાદના આધારે સુરત પોલીસે આ 27 જેટલી મોટી હીરા પેઢીઓ સામે કાર્યવાહી કરી છે. જે અંતર્ગત સુરત પોલીસે સંદિગ્ધ હીરા પેઢીના તમામ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થતાં હવે સુરતના હીરા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના વ્યવહારો ખોરવાઈ ગયા છે.
Surat News: કેરેલા, તેલંગાણા જેવા રાજ્યોમાં સાયબર ક્રાઇમની ફરિયાદના આધારે સુરતની 27 ડાયમંડ કંપનીઓના બેન્ક એકાઉન્ટ પોલીસે ફ્રીઝ કર્યા - પગાર કરવાના પણ ફાંફા
સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ સુરત પોલીસને બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થવા મુદ્દે રજૂઆત કરી છે. પગાર સહિતના અન્ વ્યવહારો હીરા ઉદ્યોગના વેપારીઓ કરી શક્તા નથી. વેપારીઓના કરોડોના વ્યવહારો ખોરવાઈ ગયા છે.
મને અનેક હીરા ઉદ્યોગપતિઓએ રજૂઆત કરી છે કે અન્ય રાજ્યોમાં થયેલ સાયબર ક્રાઈમના ફરિયાદના આધારે સુરત પોલીસે તેમના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે.જેમાં કરંટ એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે. જેના કારણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને મુશ્કેલીઓ થઈ રહી છે. ખાસ કરીને કર્મચારીઓના પગાર અને ડાયમંડની ખરીદી અંગેના બિલ ચૂકવવાના બાકી છે...દિનેશ નાવડીયા (પૂર્વ ડિરેક્ટર, જીજેઈપીસી)
બેન્ક એકાઉન્ટ પુનઃસ્થાપિત કરોઃ હીરાના વેપારીઓના એકાઉન્ટ બિનજરૂરી રીતે ફ્રીઝ કરવામાં આવ્યા છે. જે અંગે હાલ સુરતના એડિશનલ પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. બેન્ક એકાઉન્ટને ફીસ કરવા પહેલાં કોઈ પણ પ્રકારનું કારણ આપવામાં આવ્યું નથી. ત્રાહિત વ્યક્તિના ફરિયાદના આધારે હીરા વેપારીઓનું એકાઉન્ટમાં સાયબર ક્રાઇમ થયું હોય તેવી એન્ટ્રી પણ જોવા મળતી નથી. તેથી બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે તે જરૂરી નથી. બેન્ક એકાઉન્ટ ને પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગણી હીરાના વેપારીઓ કરી રહ્યા છે. હીરાના વેપારીઓને પડતી તકલીફોની જાણ એડિશનલ પોલીસ કમિશનરને કરવામાં આવી છે કારણ કે જો તાત્કાલિક બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ નહીં કરવામાં આવે તો વેપારીઓને આર્થિક વ્યવહારોમાં તકલીફ પડી શકે તેમ છે.