સુરત : લિંબાયત ખાતે આયોજિત બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ અનેક લોકોની અરજી સ્વીકારી અને તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. જેમાંથી એક દિવ્યાંગ વ્યક્તિના વૃદ્ધ માતા પિતા જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે આવ્યા ત્યારે તેમનો પુત્ર ચાલી શકતો નહોતો, પરંતુ અચાનક જ સ્ટેજ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંત્ર ઉચ્ચાર કર્યા અને ત્યારબાદ તેમનો પુત્ર ચાલવા લાગ્યો હતો. લોકો દિવ્ય દરબારમાં આ ઘટનાને ચમત્કાર માની રહ્યા છે. એ જ રીતે અનેક અરજીઓ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોની સાંભળી હતી અને તેમના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા હતા.
શું કર્યો હતો ચમત્કાર : સુરતમાં આયોજિત દિવ્ય દરબારમાં એક વૃદ્ધ દંપત્તિ પોતાના પુત્રને લઈને આવ્યા હતા. જેમના પુત્ર વર્ષ 2010માં રેલવે એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારથી જે દિવ્યાંગનો જીવન વ્યતીત કરી રહ્યો હતો. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમની અરજી સાંભળીને કંઈક મંત્ર વાંચીને ફૂંક મારી અને ત્યારબાદ મંચ પર તે દિવ્યાંગ વ્યક્તિ ચાલતો થઈ ગયો હતો. જેને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા લોકો સમજી શક્યા નહીં કે આ સત્ય છે કે ચમત્કાર છે કે કોઈ અંધશ્રદ્ધા.
ધીરેન્દ્ર શાસ્ત્રીના અનેક ચમત્કાર : અનેક લોકોની અરજી પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંભળી હતી અને તેમના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા હતા. ત્યાં હાજર એક વ્યક્તિ પાણી પીવા વગર જ આશા રાખીને બેસ્યો હતો કે તેને પાણી ધીરેન્દ્ર શાસ્ત્રી જ પીવડાવશે. તેની અરજી લાગતા તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો. આવી જ રીતે અન્ય લોકો પણ હતા કે જેમની અરજી લાગશે તેઓ ક્યારેય વિચાર્યું પણ નહોતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ બે મીડિયા કર્મીઓને કહ્યું હતું કે, તેઓ દિવ્ય દરબારમાં આવેલા કોઈપણ ચાર લોકોને લઈને આવે તેઓની અરજીના અનુસંધાને પ્રશ્નોના ઉતર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ અગાઉથી જ લખી કાઢ્યા હતા. તેથી તમામ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.
મારા સંતાનો અભ્યાસમાં આગળ વધે તે માટે પૂછ્યું હતું. મેં સવારથી પાણી પણ નઈ પીધું હતું. મને એવું હતું કે મારી અરજી લાગશે નહીં પરંતુ ઠાકુરજી અને બાલાજીની એવી કૃપા થઇ કે તેમણે મને બોલાવી લીધો હતો. મેં વિચારી ન હતું. મેં પાણી નથી પીધું, પરંતુ બાલાજીની કૃપા થઈ અને તેઓએ મને પાણી પીવડાવ્યું. મને અહીંયા ખૂબ જ ગમ્યું બધાને આવવું જોઈએ. બાગેશ્વર ધામ જવું જોઈએ અને આ ચમત્કાર નથી ચમત્કારથી પણ ઉપર છે. પાણી નહિ પીવાનું કારણ કે, મારે બાબાજીના હાથે પાણી પીવું હતું, પરંતુ મને વિશ્વાસ નહીં હતો કે મને પાણી બાબા પીવડાવશે. પાણી મેં છોડી દીધું હતું. હું ઘરે જઈ રહ્યો હતો અને મારી ઈચ્છા હતી કે, મારે હવે પાણી પીવું નથી. એન્ટ્રી પાસ કેવી રીતે મળી ગયો એ મને ખ્યાલ નથી આવતો. ગેટ પર જ નામ વગર મને બોલાવી લેવામાં આવ્યો હતો. - ગોલુ સિંગ (ભક્ત)