- ભાટિયા અને કામરેજ ટોલ ટેક્સ નાકાનો વિરોધ
- ટેક્સ ભારણ અને ગેરકાયદે વસૂલાત બાબતે ચર્ચા
- મંજૂરી વગર બનાવાયો છે રોડ, ચાર્જ લઇ લેવા સુડા સમક્ષ માગણી
કામરેજ અને ભાટિયા ટોલટેક્સ નાકા તાત્કાલિક દૂર કરવા માગણી - Surat Toll Tax
સુરત શહેર અને સુડાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર કામરેજ અને ભાટિયા ખાતે આવેલા ટોલ ટેક્ષ નાકાઓ તાત્કાલિક દૂર કરવા માગણી કરવામાં આવી છે. સુરત મહાનગર પાલિકા તથા સુડા વિસ્તારમાં નેશનલ હાઇવેનો વગર મંજૂરીએ બનાવેલ રોડનો ચાર્જ પોતાના હસ્તક લઈ લેવા ના-કાર સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કામરેજ અને ભાટિયા ટોલટેક્સ નાકા તાત્કાલિક દૂર કરવા માગણી
સુરતઃ શહેરમાં ના-કાર સમિતિ સુરત તેમજ ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા સુરત જિલ્લામાં આવેલા નેશનલ હાઇવે પરથી પસાર થનાર સ્થાનિક લોકો, ટોલથી અસરગ્રસ્તો અને સામાજિક અને વાણિજ્યિક સંગઠનો સાથે મળેલ અને ભાટિયા અને કામરેજ ટોલ ટેક્ષના ભારણ અને ગેરકાયદેસર વસૂલાત બાબતે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
- GJ-5 અને GJ-19 નંબર પ્લેટ ધરાવનાર વાહનચાલકોને ટોલમાં રાહત આપવા રજૂઆત
સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, કામરેજ ટોલ નાકા અને ભાટિયા ટોલ નાકા બાબતે અમોએ વખતોવખત સરકારને રજૂઆતો કરી છે અને આંદોલન પણ ચાલુ હતું. જે 2020ના માર્ચ મહિનામાં કોવિડ-19 મહામારીની પરિસ્થિતિ જોતાં મોકૂફ રાખવામાં આવ્યું હતું. અમારા આંદોલન અને રજૂઆતોને પરિણામે સ્થાનિક GJ-5 અને GJ-19 નંબર પ્લેટ ધરાવનાર વાહન ચાલકોને ટોલમાં રાહત આપવામાં આવેલ હતી. આ રાહત લેવા માટે થયેલ આંદોલનને સુરત શહેર અને જિલ્લાના સ્થાનિક લોકો, ખેડૂતો, રોડ વપરાશકારો, સામાજિક સંસ્થાઓ, સંગઠનો, એસોસીએશનો, ગ્રામ પંચાયતો, સહકારી મંડળીઓ, ઉધોગગૃહો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સંપૂર્ણ ટેકો અને સમર્થન આપેલ હતું.જૂરી વગર બનાવાયો છે રોડ, ચાર્જ લઇ લેવા સુડા સમક્ષ માગણી
- સર્વિસ રોડ કે વૈકલ્પિક રોડ બનાવવો જરૂરી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે નેશનલ હાઈવે પર ભાટિયા અને કામરેજ ટોલ ટેક્સ બુથ આવેલ છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના હયાત જાહેર માર્ગને જ્યારે પણ ટોલ રોડ તરીકે જાહેર કરવામાં આવે છે. ત્યારે ત્યાં રહેતા સ્થાનિક લોકોના હકો જાળવી રાખવાની જોગવાઈ નેશનલ હાઇવે ઓથોરિટી એક્ટમાં છે. અને તે મુજબ ટોલ રોડના વિકાસ સાથે સાથેજ ટોલ રોડની બાજુમાં સ્થાનિક લોકો માટે સર્વિસ રોડ કે વૈકલ્પિક રોડ બનાવવો જરૂરી અને ફરજિયાત છે. જે સર્વિસ રોડ સૂરત જિલ્લામાં બનાવવામાં નહીં આવતા સ્થાનિક લોકો એ પોતાના રોજિંદા કામો માટે ફરજિયાત ટોલટેક્સ બૂથ પરથી પસાર થઈ ટોલનો ભાગ બનવું પડે
છે. વિવિધ પ્રકારના વાંધા અને ખોટી પ્રકિયાઓ નેશનલ હાઇવે ઓથોરિટીએ અપનાવતા ટોલ રોડ તો બની ગયેલ છે અને તેમાંથી કમાણી પણ કરવામાં આવે છે પરંતુ સર્વિસ રોડ બનેલ નથી.