સુરતહિમાચલ પ્રદેશથી ગુજરાત, મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોને ટાર્ગેટ કરી રેકી કર્યા બાદ ઘરફોડ ચોરી કરતા રેઢા ઘરફોડ ચોરને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.આરોપી સામે ભૂતકાળમાં ઘરફોડ ચોરીના 14 ગુના નોંધાયેલા છે. તેમજ સગીર વયનો હતો ત્યારે નાલાસોપારા વિસ્તારમાં(many as burglaries in Nalasopara area) 18 જેટલી ઘરફોડ ચોરીમાં પણ તે પકડાઈ ચુકયો હતો
બાતમીના આધારે તપાસ ડીસીબી પોલીસે(dcb police surat) બાતમીના આધારે રીંગરોડ સ્થિત લીનીયર બસ સ્ટોપ( surat linear bus stop) પાસેથી મૂળ હિમાચલ પ્રદેશના વતની આરોપી ત્રિલોક ઉર્ફે રાહુલ મોહનસિંગ ગરીબુ સિંગ નાથને ઝડપી પાડ્યો હતો. આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પોતે લૂંટના ગુનામાં વર્ષ 2018માં લાજપોર જેલમાં હતો.
બેરેકમાં થઇ સંદીપ ભારતી સાથે મિત્રતા બેરેકમાં સાથે રહેતા વિકાસ ઉર્ફે સંદીપ ભારતી સાથે મિત્રતા થઇ હતી. ત્યારબાદ જેલમાંથી છૂટી અવાર નવાર સંપર્કમાં રહેતા હતા. આશરે બે માસ પહેલા પોતે તેના મિત્ર સોહેલ સાથે વિકાસ ઉર્ફે સંદીપની મોપેડ લઇ સુરત ખાતે આવી વિકાસના ઘરે રોકાયેલા હતા.
આરોપી રીઢો ઘરફોડ ચોર બન્ને મિત્રઓએ ચોરી કરવાનું નક્કી કર્યું હતું. કુબેરપાર્ક સોસાયટી ખાતે આવેલા જાનકી એપાર્ટમેન્ટમાં 23 જૂલાઇ 2022ના રોજ સવારના 11 વાગ્યાની આસપાસ બંધ ફ્લેટમાંથી રોકડા રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ 6.18 લાખની ઘરફોડ ચોરી કરી પોતાના વતનમાં સોનીને ત્યાં સોના ચાંદીના દાગીના વેચી નાખ્યા હતા.
14 જેટલી ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા આરોપી સામે ભૂતકાળમાં 14 જેટલી ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. તેમજ તે સગીર વયનો હતો ત્યારે નાલા સોપારા વિસ્તારમાં 18 જેટલી ઘરફોડ ચોરીના પકડાઈ ચુક્યો છે. ડીસીબી પોલીસે(dcb police surat) તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.