ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Cyber Police:સુરતમાં યુવકને ફોટા અને વાતોનું રેકોડિંગ વાયરલ કરવાની ધમકી આપી - ગુજરાત સાયબર ક્રાઈમ

ઓનલાઈન માર્કેટિંગ કંપનીમાં (Online marketing company )નોકરી કરતા યુવકને તેની સાથી કર્મચારી સાથેના ફોટા અને વાતચીતનું રેકોડિંગ વાયરલ કરવાની ધમકીઓ સોશિયલ મીડિયામાં (Threats through social media )મળી હતી. જેથી આ મામલે યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સુરત પોલીસે (Surat Cyber Police)તપાસ કરી શરૂ કરી હતી અને પોલીસે રૂદરપુરા પાસે રહેતા નયન કુમાર જયેશભાઈ જગમોહન પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો.

Surat Cyber Police:સુરતમાં યુવકને ફોટા અને વાતોનું રેકોડિંગ વાયરલ કરવાની ધમકી આપી
Surat Cyber Police:સુરતમાં યુવકને ફોટા અને વાતોનું રેકોડિંગ વાયરલ કરવાની ધમકી આપી

By

Published : Dec 9, 2021, 6:45 PM IST

  • યુવકને સોશિયલ મીડિયા ફેક એકાઉન્ટથી મેસેજ આવ્યો
  • ફેક એકાઉન્ટથી ધમકી ભર્યા મેસેજ કરવામાં આવ્યા
  • સુરત પોલીસેઆરોપીની ધરપકડ કરી

સુરત:ઓનલાઈન માર્કેટિંગ કંપનીમાં(Online marketing company )નોકરી કરતા યુવકને તેની સાથી કર્મચારી સાથેના ફોટા અને વાતચીતનું રેકોડિંગ વાયરલ કરવાની ધમકીઓ સોશિયલ મીડિયામાં (Threats through social media )મળી હતી. એકાઉન્ટના આધારે તપાસ કરતા સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટથી(Social media fake account) ધમકી ભર્યા મેસેજ કરવામાં આવ્યા હતા. જેથી આ મામલે યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ(Gujarat Cyber Crime ) નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી

સોશિયલ મીડિયા ફેક એકાઉન્ટથી(Social media fake account) મેસેજ આવ્યો હતો અને મેસેજમા તેની સાથે કામ કરતી યુવતીના ફોટા અને તેની સાથેના વાતચીતનું રેકોડિંગ વાયરલ કરવાની ધમકીઓ અપાઈ હતી. આ જ મેસેજ યુવતી અને યુવકના ભાઈને પણ કરવામાં આવ્યા હતા. જેથી આ મામલે યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે તપાસ કરી શરૂ કરી હતી. પોલીસે રૂદરપુરા પાસે રહેતા નયન કુમાર જયેશભાઈ જગમોહન પ્રજાપતિને ઝડપી પાડ્યો હતો.

ફોટા અને રેકોડીંગ વાયરલ કરવાની ધમકીઓ આપી

આ મામલે પોલીસે શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા નયન રત્નકલાકાર છે અને અપરણિત છે. તેની પાસે કોઈ ફોટા કે વાતચીતનું રેકોડિંગમળી આવ્યું ન હતું. તેણે ધમકીઓ કેમ આપી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત તેણે જે યુવતી સાથેના ફોટા અને રેકોડિંગ વાયરલ કરવાની ધમકીઓ આપી હતી તે યુવતીનો નયન મિત્ર હોવાનું પણ બહાર આવ્યું છે. જો કે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃWall To Hide Slums View In Ahmedabad : એરપોર્ટથી સરદારનગર સુધી સ્લમ ઢાંકવા દીવાલનો વિરોધ કરતાં સ્થાનિકો

આ પણ વાંચોઃCM Bhupendra Patel Dubai tour: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વર્લ્ડ એક્સપો મુલાકાતથી દુબઈ પ્રવાસે

ABOUT THE AUTHOR

...view details