સુરત : સુરત શહેરમાં ભાઈબીજના દિવસે એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. નજીવી બાબતે થયેલી હત્યામાં અડાજણ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. ભાઈબીજના દિવસે જ બનેલી ઘટનામાં બહેને ભાઈ ગુમાવ્યો છે.
યુવક આગામી સમયમાં ધો.11ની પરીક્ષા આપવાનો હતો હોર્ન મારી ગાડીને ટર્ન મારવા કહ્યું હતુંઅડાજણ વિસ્તાર ખાતે આવેલા સંત તુકારામ સોસાયટીના 21 વર્ષીય ઋષિ ભરાડે ઘરથી બહાર ફરવા નીકળ્યો હતો ત્યારે સોસાયટીની બહાર જ બે યુવકોએ પોતાની ગાડી વચ્ચે લાવી દીધી હતી. જેના કારણે ઋષિએ તેમને હોર્ન મારી ગાડીને ટર્ન મારવા માટે કીધું હતું. જેથી ઉશ્કેરાયેલા આ બે યુવકોએ પોતાના અન્ય મિત્રોને ત્યાં બોલાવીને ઋષિ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
ઋષિ ફરવા માટે નીકળ્યો હતો. જયારે સોસાયટીની બહાર બે લોકો પોતાની ગાડી લઈને ઉભા હતાં. ઋષિએ તેમને હોર્ન મારી ગાડીને ટર્ન લઇ હટાવવા માટે કીધું હતું. જેનાં કારણે બંને યુવકો ઉશ્કેરાઈ ગયા હતાં. તેઓએ પોતાના અન્ય મિત્રોને ઘટના સ્થળે બોલાવી ઋષિને જાહેરમાં માર્યો હતો જેના કારણે તે બેભાન થઈ ગયો હતો અને તેને સારવાર માટે અમે હોસ્પિટલ લઈને આવ્યો હતો. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે. ઋષિ ધોરણ 11 માંની પરીક્ષા આપવાનો હતો...રોહિત પંપાત (મૃતકનો ભાઈ)
માથામાં ગંભીર ઇજા : હુમલામાં ઋષિના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃત યુવક આગામી સમયમાં ધોરણ 11 ની પરીક્ષા આપવાનો હતો. ઘટનાને લઇને અડાજણ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે હત્યા સોસાયટીની બહાર કરવામાં આવી છે. મૃતકને માથાના ભાગે અને શરીરના અન્ય જગ્યાએ ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન તેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો., બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ પોલીસે હાથ ધરી છે...દિલીપ ચૌધરી ( પીએસઓ, અડાજણ પોલીસ મથક )
- Porbandar Crime : પોરબંદરમાં પત્નીને ભગાડી ગયા બાદ કરાઈ યુવકની હત્યા, બે આરોપીની ધરપકડ
- Patan Crime : પાટણ નિર્મળનગરમાં કોણી અડી ગઇ તો ઉશ્કેરાઇને કરી બબાલ, એક યુવકની હત્યા