ગુજરાત

gujarat

ETV Bharat / state

ફેસબુક ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરતા સાસરીયાએ વિરોધ કર્યો તો પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો - કામરેજ પોલીસે

કામરેજના શેખપુરમાં પરિણીતાએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરતા સાસરીયાએ વિરોધ કરતા ઝેરી પદાર્થ લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કામરેજ પોલીસે સાસરીયા પક્ષ સામે ગુનો નોંધ્યો હતો.

ફેસબુક ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરતા સાસરીયાએ વિરોધ કર્યો તો પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
ફેસબુક ઇન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરતા સાસરીયાએ વિરોધ કર્યો તો પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

By ETV Bharat Gujarati Team

Published : Dec 20, 2023, 8:51 PM IST

સાસરીયા પક્ષ સામે ગુનો નોંધ્યો

સુરત : કામરેજનાં શેખપુર ખાતે સાસરીયાઓનાં રોજીંદા ત્રાસથી કંટાળેલી પરિણીતાએ અંતે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાનાં મામલે કામરેજ પોલીસે તમામ સાસરીયા પક્ષ સામે ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી.

ગયા વર્ષે જ લગ્ન થયાં છે : પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજનાં શેખપુર ગામે આવેલ અક્ષરવિલામાં રહેતી પરિણીતાનાં 2022ની સાલમાં સાગરભાઇ ડાહ્યાભાઇ વનરા સાથે લગ્ન થયા હતા. જોકે લગ્નનાં થોડા સમય સુધી પતિ અને સાસરીયા પક્ષ દ્વારા પરિણીતાને સારી રીતે રાખ્યા બાદ જેને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધુ હતું. ત્યાર બાદ પતિ, સાસુ, દિયર, દેરાણી દ્વારા ભેગા મળીને અવારનવાર પરણીતાને ઘરકામ સહિત પરિણીતાનાં માતા પિતા સાથે ફોનમાં વાત ન કરવા, બહાર ન જવા તેમજ મોબાઇલ ફોનમાં એપ્લીકેશન ન વાપરવા અંગેની બાબતે સાસરીયાઓ દ્વારા પરિણીતાને રોજીંદી હેરાનગતી અને માનસીક ત્રાસ આપતા હતાં.

આત્મહત્યાનો પ્રયાસ કર્યો : જોકે ત્યાર બાદ સાસરીયાઓનાં ઉપરોક્ત રોજીંદા ત્રાસથી કંટાળેલી પરિણીતાએ અંતે ઝેરી પદાર્થ લઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમગ્ર મામલે પરિવારજનોને જાણ થતા પરિવાર દ્વારા જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ત્રણ સામે ફરિયાદ નોંધાઇ : ત્યાર બાદ પરિણીતા દ્વારા સમગ્ર ઘટના અંગે કામરેજ પોલીસ મથકે ફરિયાદ કરતા હાલ પોલીસે (૧) પતિ સાગરભાઇ ડાહ્યાભાઈ વનરા, (૨) સાસુ ભાવનાબેન ડાહ્યાભાઈ વનરા, (૩) દેરાણી પાયલબેન સંદિપભાઇ વનરા મળી પોલીસે ઉપરોક્ત ત્રણેય વિરૂધ્ધ 498(ક), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેસના સંદર્ભમાં કામરેજ પોલીસ મથકના જમાદાર નરેશભાઈએ જણાવ્યું હતું કે હાલ ફરિયાદી મહિલાએ આપેલ ફરિયાદ મુજબ આગળની તપાસ હાથધરી ધરવામાં આવી છે.

  1. સુરતમાં માતાએ બે બાળકોને દૂધમાં ઝેર પીવડાવ્યું પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો, પોલીસ તપાસમાં કારણ સામે આવ્યું
  2. Youth Died by Suicide in Surat : સુરતમાં મોબાઈલ ફોને યુવકને આપઘાત કરવા માટે કર્યો મજબુર, જાણો શું છે મોબાઈલની કહાની...

ABOUT THE AUTHOR

...view details