સુરત : શહેરમાં ફરી એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિ-પત્ની વચ્ચેની લડાઈ જીવલેણ બની ગઈ હતી. અશ્લીલ વીડિયો જોઈ પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે પતિએ દબાણ કર્યું હતું અને પત્નીએ ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને આ ઝઘડો વિવાદમાં સર્જાયો હતો. વિવાદ વધતા પતિએ જવલંતશીલ પદાર્થ પત્ની પર નાખી તેને જીવતી સળગાવી દીધી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.
પતિએ સળગાવી દેવાનો પ્રયાસ કર્યો : સુરતના કતારગામ વિસ્તારમાં શારીરિક સંબંધ બાંધવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.પતિ અશ્લીલ વિડીયો જોતો હતો અને પત્નીએ તેને આ વિડિયો જોવાથી રોક્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાથી વિવાદ ઉગ્ર બનતા પતિએ જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન પત્નીનું મોત નીપજ્યું છે. શહેરના કતારગામ વિસ્તારની સોસાયટીમાં રહેતી પરિણીત મહિલાને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં સોસાયટીના લોકો એકઠા થઈ જતાં પતિ પરિણીત મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે.
આ પણ વાંચો Surat Crime : પીનપુરમાં આડાસબંધની શંકામાં પતિએ પત્નીની હત્યા કરી
પરિણીતાએ પતિ સામે ફરિયાદ નોધાવી :કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના કતારગામ વિસ્તારની ધ્રુવ તારક સોસાયટીમાં રહેતા કાજલબેન કિશોરભાઈ પટેલને સોમવારે સાંજે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસને તેની ગંભીર ઇજાઓ અંગે માહિતી મળી હતી. આથી પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. પરિણીતાએ પતિ સામે ફરિયાદમાં જણાવ્યું હતું કે દસ મહિના પહેલા તેના લગ્ન સિરાગ જેમ્સ ડાયમંડ ફેક્ટરીમાં કામ કરતા કિશોર પટેલ સાથે થયા હતા. પરંતુ હંમેશા ઘરેલું ઝઘડાઓથી કંટાળી પરિણીત મહિલા તેના મામાના ઘરે રહેવા માંગતી હતી. પરંતુ તેના માતા-પિતાએ તેને સમજાવીને ત્યાં જ રહેવા કહ્યું હતું.