ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : સુરતના કારેલીમાં જાહેરમાં આગનો ખેલ કરતાં બર્થડે બોય સહિત ત્રણ સામે ગુનો નોંધાયો - વીડિયો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે જાહેરમાં કારના બોનેટ પર કેક મૂકી હાથમાં ફાયર લાઈટર લઈ નાચી રહેલા યુવકોનો વીડિયો વાઇરલ થતા પોલીસે બર્થ ડે બોય સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Surat Crime : સુરતના કારેલીમાં જાહેરમાં આગનો ખેલ કરતાં બર્થડે બોય સહિત ત્રણ સામે ગુનો નોંધાયો
Surat Crime : સુરતના કારેલીમાં જાહેરમાં આગનો ખેલ કરતાં બર્થડે બોય સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 3:34 PM IST

બર્થ ડે બોય વોન્ટેડ જાહેર

સુરત : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે આવેલી રાહી ટાઉનશીપના ગાર્ડનમાં કેટલાક યુવાનોએ કારના બોનેટ પર ચપ્પુ વડે કેક કાપી ફાયર લાઈટરથી હવામાં આગ ઉડાડી ભય ઉભો કર્યો હતો. આ વીડિયો વાઇરલ થતા જ પોલીસે વીડિયોમાં દેખાતા બે યુવકોને ઝડપી લીધા છે. જ્યારે બર્થ ડે બોયને વોન્ટેડ જાહેર કર્યો છે.

સ્ટેટ કન્ટ્રોલમાંથી વીડિયો અંગે મેસેજ આવતા તપાસ કરી હતી. જેમાં આ વીડિયો કારેલી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ વીડિયોમાં દેખાતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે...વિજય મકવાણા (હેડ કોન્સ્ટેબલ )

સ્ટેટ કન્ટ્રોલમાંથી મેસેજ અપાયો : સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા સોનુ રાજપૂત નામનો યુવક હાથમાં ચપ્પુ સાથે કેક કાપતો અને ત્યારબાદ ફાયર લાઈટરથી હવામાં આગ ઉડાડતો વીડિયો વાઇરલ થતા સ્ટેટ કન્ટ્રોલમાંથી જિલ્લા પોલીસને મેસેજ આવ્યો હતો. જે આધારે સુરત જિલ્લા પોલીસે તપાસ કરતા કારેલી ગામની રાહી ટાઉનશીપ સોસાયટીના ગાર્ડનમાં બર્થડે પાર્ટીનો વીડિયો હોવાનું સામે આવ્યું હતું.

લોકોની જિંદગી જોખમમાં મૂકી : જે આધારે પલસાણા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગાર્ડનમાં ફોરવ્હીલ ગાડીના બોનેટ પર ચાકુ વડે કેક કાપી લોકોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે ફાયર લાઈટર વડે આગ લગાડી બર્થડેની ઉજવણી કરી હતી. વીડિયોને આધારે તપાસ કરતા હાથમાં ચાકુ લઈને નાચી રહેલ યુવક રાજ સંજય પાટીલ (ઉ.વર્ષ 19, રહે રાહી ટાઉનશીપ, કારેલી, મૂળ રહે ગંગાપુર, જી. જલગાવ, મહારાષ્ટ્ર) હોવાનું જાણવા મળતા પોલીસે તેને પકડી લીધો હતો.

બેની ધરપકડ, બર્થડે બોય વોન્ટેડ :તેની પૂછપરછ કરતા સોસાયટીમાં રહેતા મિત્ર સોનુ રાજપૂતની બર્થડે હોવાથી રવિવારે રાત્રે જાહેરમાં ઉજવણી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. બીજો શખ્સ હાથમાં ચપ્પુ સાથે નાચતો રાહુલ દેવદાસ કોળી (ઉ.વર્ષ 25, રહે ગોલ્ડન સ્કવેર, કડોદરા,મૂળ રહે કોટલી, ડોંડાઈચા, મહારાષ્ટ્ર ) હોવાનું જાણવા મળતા પોલીસે તેને પણ પકડી લીધો હતો. આ ઘટનામાં બર્થડે બોય સોનુ રાજપૂતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

  1. Rajkot Viral Video : રાજકોટમાં ચાલુ વરસાદે રોડ વચ્ચે આવીને યુવતીએ કર્યું કંઈક આવું, જુઓ વાયરલ વીડિયો...
  2. Ahmedabad Crime News : બાપુનગરમાં આતંક મચાવનાર રીઢા ગુનેગારને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ
  3. Surat Crime : બ્રિજ ઉપર સર્પાકાર મોપેડ ચલાવનાર કિશોરના પિતા સામે કાર્યવાહી, હાથ જોડી માફી માગી

ABOUT THE AUTHOR

...view details