સુરત: ઇમરજન્સી સર્વિસ 108 ને કોલ મળ્યો હતો કે વરાછા વિસ્તારની ખાંડ બજાર પાસે એક દુકાનની બહાર બાળકી બિમાર હાલતમાં પડી છે. 108 ની ટીમ જ્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી ત્યારે લોકો ટોળે વળીને ઊભા હતા. જ્યારે ટીમ તપાસ કરતા બાળકી રડી રહી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં વરાછા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી હતી. પોલીસે આ બાળકીના વાલી સુધી પહોંચવા માટે ટીમ તૈયાર કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાળકીને સારવાર માટે કતારગામ વિસ્તારમાં આવેલી ચિલ્ડ્રન્સમાં મોકલવામાં આવી છે. જોકે સુરત શહેરમાં બાળકીને છોડી દેવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી.સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
બનાવ સ્થળે પહોચ્યા:સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કેતન રમેશભાઈ બાબરિયા 108માં ઈએમટી તરીકે ફરજ બજાવે છે. ગતરોજ તેઓ ફરજ પર હાજર હતા તે દરમ્યાન સવારના 7 વાગ્યાના અરસામાં અમદાવાદ હેડ ઓફીસથી મેસેજ મળ્યો હતો કે વરાછા ખાંડ બજાર ગરનાળા પાસે ગાયત્રી ટી સ્ટોલ નામની દુકાનની બાજુમાં ઓટલા પર દોઢ થી બે વર્ષી બાળકી બીમાર હાલતમાં રડી રહી છે. જેથી ઈએમટી રમેશભાઈ અને ડ્રાઈવર રાહુલ બનાવ સ્થળે પહોચ્યા હતા. તેઓએ ઘટના સ્થળે આવીને જોયું તો ત્યાં લોકોનું ટોળું હાજર હતું તેમજ બાળકી રડી રહી હતી. બાળકીના વાલી વારસા અંગે તપાસ કરતા કોઈ પતો લાગ્યો ના હતો. જેથી ઈએમટી કેતનભાઈએ તાત્કાલિક બનાવની જાણ પોલીસને કરી હતી. જેથી વરાછા પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસ પણ ચોકી ઉઠી: પોલીસે આ મામલે તપાસ કરતા બાળકીના કોઈ વાલી વરસા મળી આવ્યા ન હતા. આ દરમ્યાન ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા જે હક્કિત સામે આવી તે જોઇને ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું હતું કે રાત્રીના 11 વાગ્યા બાદ એક વ્યક્તિ બાળકીને લઈને દુકાનના ઓટલા પાસે આવે છે. બાદમાં બાળકી પથારી કરીને ત્યાં સુવડાવે છે એટલું જ નહી બાળકી સાથે થોડીવાર તે પણ ત્યાં આરામ કરે છે અને થોડી વાર બાદ તે વ્યક્તિ બાળકીને ત્યાં જ મૂકી ખભે બેગ લટકાવીને ત્યાંથી જતો રહે છે.
આ પણ વાંચો