બંધ ઘરને ચોરોએ નિશાન બનાવ્યું સુરત : સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ચોરોનો આતંક યથાવત છે. ચોર ઈસમોએ કામરેજ તાલુકાના ખોલવડ ગામે આવેલ રાધાક્રિષ્ણા સોસાયટીના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. બંધ ઘરના દરવાજાનો લોક તોડી ઘરમાં ઘૂસી ઘરમાં રહેલા સોનાચાંદીના દાગીના તેમજ રોકડા મળી કુલ 1.90 લાખના મતાની ચોરી કરી ચોરો રફુચક્કર થઈ ગયાં હતાં. ચોરીની ઘટનાને લઈને કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
સોનાચાંદીના દાગીના સહિત રોકડ ચોરાઇ પરિવાર ફરવા ગયો હતો : સુરત જિલ્લા સહિત કામરેજ તાલુકામાં થોડા વિરામ બાદ ફરી એકવાર ચોરો એક્ટિવ થયા છે. ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યા છે. ત્યારે કામરેજ તાલુકામા ચોર ઈસમોએ એક બંધને ટાર્ગેટ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. કામરેજ તાલુકાના ખોલવડ ગામે આવેલ રાધાક્રિષ્ણા સોસાયટીમાં રહેતા સંજયભાઈ સોરઠીયા જેઓને પરિવારમાં એક છોકરો અને છોકરી છે. તેઓ પોતાના પરિવાર સાથે ગત તારીખ 9-7-2023 ના રોજ એમપી રાજ્યમાં ધાર્મિક સ્થળોના પ્રવાસે ગયાં હતાં.
બનેલી ઘટનાને લઈને ફરિયાદી સંજયભાઈએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે ફરવા ગયો હતો તે દરમિયાન આ ચોરીની ઘટના બની હતી, હાલ ઘરેલાના બિલ રજૂ કરી કામરેજ પોલીસ મથકે ફરિયાદ આપી દીધી છે...સંજયભાઈ સોરઠીયા(ચોરીનો ભોગ બનનાર)
પાડોશીએ ચોરીની જાણ કરી :ત્યારે ગત તારીખ 14-7-23 પાડોશમાં રહેતા મનીષભાઈ મકવાણાએ સંજયભાઈ સોરઠીયાનો ટેલીફોનીક સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે અને દરવાજા બાજુમાં જે ગ્રિલ અને કિચનની બારી છે તે તૂટેલી સ્થતિમાં છે. ધાર્મિક સ્થળે ફરવા ગયેલો પરિવાર તરત પાછો ફર્યો હતો અને ઘરે પરત આવી ચેક કરતા ઘરમાં બધું વેરવિખેર પડ્યું હતું. ઘર માલિક સંજયભાઈના ઘરના બેડ અને કબાટમાં રહેલ સોનાચાંદીના ઘરેણાં રોકડ ગુમ થઈ ગયા હતાં. જેથી તેઓએ તાત્કાલિક કામરેજ પોલીસે ફરિયાદ નોંધાવી હતી.
ખોલવડ ગામના સંજય ભાઈના ઘરે જે ચોરીની ઘટના બની છે જેને લઇને તેઓની ફરિયાદના આધારે હાલ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે.આગળની તજવીજ શરૂ છે...આર.બી. ભટોળ(કામરેજ પોલીસ મથકના પીઆઇ )
કામરેજ પોલીસે હાથ ધરી કાર્યવાહી :કામરેજ પોલીસ દ્વારા હાલ ફરિયાદી સંજયભાઈ સોરઠીયાની ફરિયાદ લઈને અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે અને બાતમીદારોને કામ લગાડી દીધા છે તેમજ આગળની તજવીજ હાથ ધરી છે. ત્યારે હાલ દિન પ્રતિદિન વધી રહેલી ચોરીની ઘટનાઓને લઈને લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.પોલીસ વહેલી ઝડપથી આ તસ્કરોને ઝડપી એ જરૂરી બન્યું છે.
- Surat Crime: માર્કેટમાંથી 17 કટ્ટા બટાટા ચોરાયા પણ ટમેટા ચોર જ પકડાયો
- Surat Crime : શહેરમાં મોંઘીદાટ સાયકલો ચોરી કરીને પાર્ટ્સ ઓરિસ્સા મોકલતી ટોળકી ઝડપાઈ, 42 સાયકલો પોલીસે જપ્ત
- Surat Crime: પોલીસે વેશ પલટો કરીને ચોર દંપત્તિની ધરપકડ કરી, બિહારમાં કર્યું ઑપરેશન