Surat Crime: રૂપિયા 2700 કરોડની જીએસટી ચોરી પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર સુફિયાન કાપડિયાની ધરપકડ કરી સુરતઃજે રીતે દુનિયા ડિજિટલ થઈ રહી છે એની સાથે ઠગ અને ભેજાબાજ પણ અપગ્રેડ થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ક્રાઈમની દુનિયામાંથી એવા કિસ્સાઓ સામે આવે છે કે, થોડા સમય માટે તો અક્કલ કામ ન કરે. ટેક્સ ચોરીમાં ઉસ્તાદ મનાતા માથા સમયાંતરે પકડાય છે. પણ જે રીતે આંકડો સામે આવી રહ્યો છે, એને ધ્યાને લેતા એવું લાગે કે, સરકારી તિજોરીને આર્થિક ફટકા મારવામાં આવા કાવતરાખોરો જવાબદાર હોઈ શકે. સુરતમાંથી જે કિસ્સો સામે આવ્યો છે એમા ખોટા પ્લાનિંગથી કેટલાયના ખિસ્સા ખંખેર્યા હશે સવાલ ઊભો થાય છે. રૂપિયા 2700 કરોડની ટેક્સ ચોરના પ્રકરણનો માસ્ટમાઈન્ડ પકડાયો છે.
કાગળ પર કંપનીઃરાજ્યભરમાં 2700 કરોડની જીએસટી ચોરી પ્રકરણમાં આખરે સુરત ઇકોનોમિક સેલે મુખ્ય સૂત્રધારને પકડી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખાસ પગલાં લીઈને કામગીરી કરી હતી. આ પ્રકરણમાં અગાઉ ઇકો સેલ દ્વારા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. એ પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તમામ આરોપીઓ ખોટા દસ્તાવેજના આધારે બોગસ પેઢીઓ ખોલી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેતા હતા. પછી કરોડોની જીએસટી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આખા રાજ્યમાં આશરે 1500 માંથી 1300 જેટલી બોગસ કંપનીઓ આ મુખ્ય સૂત્રધારએ પોતાના ગ્રુપના અન્ય લોકો સાથે મળીને ખોલી હતી.
- Surat Demolition: 40 વર્ષ જૂની અશોકનગર ઝૂપડપટ્ટી પર બુલ્ડોઝર ફર્યું, સ્થાનિકોમાં રોષ
- Surat crime news: ઓલપાડ ખાતે સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવક ઝડપાયો
- Surat Crime: વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર લંપટ શિક્ષકને પોલીસે ઝડપી લીધો
15 રાજ્યમાં કંપનીઓ બનાવીઃબિલિંગની કામગીરી કરતા હતા. જીએસટી કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સૂફીયાન કાપડિયા આ સમગ્ર પ્રકરણમાં 19મો આરોપી છે. આ તમામ આરોપીઓએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ 15 અન્ય રાજ્યમાં 250 થી વધુ કંપનીઓ રજીસ્ટર્ડ કરાવી હતી. આ તમામ આરોપીઓ બોગસ કંપનીઓ થકી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતા હતા. સમગ્ર મામલે એસીપી વિરજીતસિંહ એ જણાવ્યું હતું, ઇકો સેલ દ્વારા ઓક્ટોબર માસમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ચાલી રહેલા જીએસટી ચોરીના કૌભાંડ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. અનેક પેઢીઓના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ રેડ દરમિયાન પોલીસને જીએસટી બિલ પર અલગ અલગ નામ પણ મળી આવ્યા હતા. સૌથી પહેલા આ કેસમાં પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ કુલ 18 જેટલા આરોપીઓ પકડાયા હતા. હવે આ કેસમાં 19મો આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
કરોડો રૂપિયાની છેતરપિંડીઃબોગસ ડોક્યુમેન્ટ નો ઉપયોગ કરી આ લોકો કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરતા હતા. એટલું જ નહીં સરકાર સાથે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા હતા. આ સમગ્ર મામલે ઇકોશીલ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ એનાલિસિસ પણ કરાયું હતું. કુલ 2700 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન મળી આવ્યા હતા. આ લોકોએ 1500 જેટલી કંપનીઓ બનાવી હતી. જેમાંથી 1300 જેટલી કંપની ગુજરાતમાં રજીસ્ટર કરાઈ હતી. આ કેસમાં જે આરોપી છે, ઉસ્માનની ધરપકડ ભાવનગર શહેરથી કરાઈ હતી. જે આખા જીએસટી ચોરી રેકેટને ઓપરેટ કરી રહ્યો હતો.