રુપિયા 3.57 લાખની છેતરપિંડી કરી સુરત : અલગ અલગ વ્યક્તિઓના ક્રેડિટ કાર્ડની તમામ જાણકારી મેળવી શહેરના ફાઇવ સ્ટાર હોટેલમાં બુકીંગ કરાવી તેનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડ દ્વારા કરનાર આરોપીની સુરત સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ આવી રીતે 3.57 લાખની છેતરપિંડી કરી છે.
યોગેશ વિષ્ણુભાઈ બંસલની ધરપકડ: સુરત સાઇબર પોલીસે એવા આરોપીની ધરપકડ કરી છે કે જે લોકોના ક્રેડિટ કાર્ડની તમામ જાણકારી મેળવી લે છે અને ત્યારબાદ શહેરના ફાઇસ્ટાર હોટલમાં જઈ રહે છે. સુરત સાઇબર ક્રાઇમ પોલીસે યોગેશ વિષ્ણુભાઈ બંસલની ધરપકડ કરી છે. આરોપી યોગેશ વિષ્ણુભાઈ બંસલ જેઓ શહેરમાં અલગ-અલગ વ્યક્તિઓના ક્રેડિટ કાર્ડની માહિતી ગમે તેમ મેળવી લેતો હતો અને ત્યારબાદ છેતરપિંડી કરતો હતો. આરોપીએ આ પ્રકારે ગુનો આચરતાં શહેરના અલગ-અલગ હોટલમાં રૂમ બુક કરાવી તેમનું પેમેન્ટ આ ક્રેડિટ કાર્ડ દ્વારા રૂ.3,69,990ની છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચો Chit Fund Case Rajkot: રાજ્યભરમાં 600 કરોડનું ફુલેકુ ફેરવનાર આરોપી ઝડપાયો
મોટી હોટલમાં એશોઆરામ:તારીખ 11 ડિસેમ્બરથી લઇ જાન્યુઆરી 2023 ના સમયગાળામાં આરોપી દ્વારાકરાયેલી આવી છેતરપિંડી બહાર આવી હતી. આરોપી યોગેશ બંસલ સુરતના મેરી યાડ હોટલમાં પોતાના નામે તથા રાહુલ શર્મા તેમજ નિખિલ માયાવંશીના નામે હોટલમાં રૂમ બુક કરાવી હતી અને પેમેન્ટ અલગ અલગ વ્યક્તિઓના ક્રેડિટ કાર્ડ થકી કર્યું હતું. આરોપીએ માત્ર એક હોટેલ જ નહીં અન્ય ફાઇવસ્ટાર હોટલમાં પણ આવી જ રીતે અન્ય વ્યક્તિના ક્રેડિટ કાર્ડમાંથી પેમેન્ટ કરી છેતરપિંડીના ગુનો આચર્યો હતો.
બે નામાંકિત હોટલમાં રોકાયો: સુરત સાયબર ક્રાઇમના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ આરોપી વિરુદ્ધ સુરતની બે નામાંકિત હોટલો દ્વારા સુરત સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી હતી. જેને લઈને પોલીસે આ આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે ક્રેડિટ કાર્ડ ડિપાર્ટનો સહારો લઇને લૂંટતી ટોળકીને ઝડપી
બોગસ આધારકાર્ડની ઝેરોક્ષ આપી: એસીપી યુવરાજસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે આરોપી 23 વર્ષનો છે અને મૂળ રાજસ્થાનના ઈશાર જિલ્લાનો રહેવાસી છે. આરોપીએ ફાઇવસ્ટાર હોટલમાં જે આધાર કાર્ડની ઝેરોક્ષ રજૂ કરી હતી તે આધારકાર્ડ પણ બોગસ બનાવ્યું હોવાની જાણકારી મળી છે. તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.