સુરત : સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં સુરાલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કરે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના કારણે પંથકમાં ચકચાર મચી ગઈ છે. બારડોલી પોલીસે મહિલાની ફરિયાદના આધારે હેલ્થ વર્કર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધ્યો : બારડોલી તાલુકાનાં મઢી નજીક સુરાલી ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતાં હેલ્થ વર્કરે વ્યારા તાલુકાની પરિણીતાને દવા લેવા બોલાવી તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઈ છે. મહિલાએ દવા લેવાના બહાને ત્રણ વખત બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ લગાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Ahmedabad Crime:વેલેન્ટાઈન ડે પડ્યો મોંઘો, યુવકે સગાઈ કરી દુષ્કર્મ આચરીને છેડો ફાડ્યો
આરોપી નૈનેશ ચૌધરી પરિચિત : દેરાણીની દવા લેવા માટે બોલાવી હતી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના એક ગામમાં રહેતી 36 વર્ષીય પરિણીતાને સુરાલી ગામના લીમડાચોક ફળિયામાં રહેતા નૈનેશ ચૌધરી નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી. બંને એક જ સ્કૂલમાં ભણ્યા હોય ઓળખાણ થતાં ફોન પર વાતચીત કરતાં હતા. દરમ્યાન નૈનેશ ચૌધરીએ આજથી આગિયારેક માસ પહેલા પરિણીતાને તેની દેરાણીની દવા લેવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવી હતી.
બારડોલીના સુરાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દુષ્કર્મની ઘટના સામે આવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રૂમમાં જ દુષ્કર્મ ગુજાર્યું : દવા લેવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલી પરિણીતાને નૈનેશે પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના રૂમમાં જ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતાં. જબરજસ્તી કર્યા બાદ નૈનેશે આ અંગે કોઈને કહશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ હતું. પ્રથમ વાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ અલગ અલગ બે વાર ફરીથી તેણીને બોલાવી તેની સાથે મરજી વિરુદ્ધનું દુષ્કૃત્ય કર્યું હોવાનો પોલીસને કરેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો Surat Crime : નેશનલ ગેમ્સ રમવા ગયેલી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ, ગર્ભ રહી જતાં સામે આવી હકીકત
પોલીસ આરોપીને પકડવા કામે લાગી : સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે નૈનેશ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જો કે નૈનેશ ચૌધરી હજી પણ પોલીસ પકડથી બહાર છે. વધુ તપાસ બારડોલી ગ્રામ્ય પોલીસના પી.એસ.આઈ. ડી.આર. વસાવા કરી રહ્યા છે.
એપ્રિલ 2022માં ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું :આ અંગે પોલીસ અધિકારી ભરત કાંગજીએ જણાવ્યું હતું કે બંને એકબીજાને ઓળખાતા હતા. નૈનેશે પરિણીતાને ગત એપ્રિલ મહિનાની 7 થી 18 તારીખ દરમ્યાન ફોન કરી દવા લેવાના બહાન બોલાવ્યા બાદ તેની સાથે ત્રણ વખત બળજબરી કરી હતી. આ અંગે મહિલાની ફરિયાદના આધારે આરોપીને પકડવાની તજવીજ ચાલી રહી છે.